દ્રવિડિયન કિલ્લામાં ગાબડું: Thalapathy Vijay એ રચ્યો ઇતિહાસ, રજનીકાંત-કમલ હાસન પણ જોતા રહી ગયા!
રજનીકાંત-કમલ હાસનનો 'ફ્લોપ' શો, Thalapathy Vijay નો 'બ્લોકબસ્ટર' ઉદય
સિનેમાના સુપરસ્ટારથી જનતાના સુપર પાવર સુધી: TVK ની સુનામીમાં દિગ્ગજો સાફ
100 બેઠકો પર લીડ સાથે દ્રવિડિયન રાજનીતિના નવા યુગના એંધાણ
Thalapathy Vijay TVK: તમિલનાડુના (Tamil Nadu) સિનેમાના પડદે જેમને ચાહકો 'થલાપતિ' (Thalapathy) એટલે કે કમાન્ડર તરીકે ઓળખે છે, તે જોસેફ વિજયે (Joseph Vijay) હવે રાજકીય રણમેદાનમાં પોતાની અસલી કમાન્ડ સાબિત કરી દીધી છે. દાયકાઓથી તમિલનાડુના રાજકારણ પર જે દ્રવિડિયન પક્ષો - ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) નો કબજો હતો, ત્યાં વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કડગમ' (Tamizhaga Vettri Kazhagam - TVK) એ 100 બેઠકો પર પ્રારંભિક લીડ મેળવીને ઇતિહાસ રચી દીધો છે. આ માત્ર આંકડા નથી, પરંતુ રજનીકાંત (Rajinikanth) અને કમલ હાસન (Kamal Haasan) જેવા દિગ્ગજો જે કિલ્લો ન ભેદી શક્યા, તેને વિજયે ધરાશાયી કરી દીધો છે.
દિગ્ગજો ક્યાં નિષ્ફળ ગયા?
તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન (MGR) અને જયલલિતા (Jayalalithaa) બાદ સિનેમાના સિતારાઓ માટે રાજકારણનો રસ્તો મુશ્કેલ રહ્યો છે. રજનીકાંતે (Rajinikanth) 2017 માં રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી, પરંતુ વર્ષો સુધી અનિર્ણાયક રહ્યા બાદ આખરે તબિયતના બહાને પીછેહઠ કરી. બીજી તરફ, કમલ હાસને (Kamal Haasan) 'મક્કલ નિધિ મૈયમ' (MNM) પક્ષ તો બનાવ્યો, પણ તેમની બૌદ્ધિક રાજનીતિ સામાન્ય જનતા સાથે કનેક્ટ ન થઈ શકી. તેમની પાસે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોનો અભાવ હતો.
આ પણ વાંચો: બંગાળમાં મોટો ઉલટફેર!: જ્યાં પીએમ મોદીએ ખાધી હતી Jhalmuri, ત્યાં જ ખીલ્યું કમળ!
વિજયનો માસ્ટરસ્ટ્રોક
વિજયે ઉતાવળ કરવાને બદલે વર્ષો સુધી તૈયારી કરી. તેમણે પોતાના ફેન ક્લબને સામાજિક સેવાના સંગઠનમાં ફેરવી દીધું. વિજયે માત્ર પડદા પર ડાયલોગબાજી કરવાને બદલે જમીની સ્તર પર મજબૂત કાર્યકર કેડર તૈયાર કરી. તેમની રણનીતિ સ્પષ્ટ હતી: જે ભૂલો રજનીકાંત અને કમલ હાસને કરી, તે ન દોહરાવવી. આજે તમિલનાડુની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને હવે માત્ર સ્ક્રીનનો નહીં, પણ વ્યવસ્થા બદલનારો અસલી 'થલાપતિ' (Commander) મળી ગયો છે. વિજયનો આ ઉદય દ્રવિડિયન રાજનીતિના નવા યુગની શરૂઆત માનવામાં આવે છે.
આ પણ વાંચો: Election Results 2026 Trends: બંગાળમાં મોટો ઉલટફેર, ભાજપ 130 સીટ પર આગળ; મત ગણતરી શરૂ


