Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Tamil Nadu Politics Update : તમિલનાડુમાં વિજયની સરકાર પર લટકતી તલવાર, રાજ્યપાલે ફગાવ્યો દાવો !

તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની (Tamil Nadu Politics Update) તાજપોશી પર સસ્પેન્સ સર્જાયું છે. 108 બેઠકો જીતનાર વિજય પાસે કોંગ્રેસના સમર્થન બાદ 113 ધારાસભ્યો છે, પરંતુ રાજ્યપાલે બહુમતી માટે 118 નો આંકડો માંગ્યો છે. કોંગ્રેસના સમર્થનથી ડીએમકે છાવણીમાં રોષ છે, જ્યારે વિજય હવે AIADMK અને ડાબેરી પક્ષોના ટેકા માટે પ્રયાસો કરી રહ્યા છે.
tamil nadu politics update   તમિલનાડુમાં વિજયની સરકાર પર લટકતી તલવાર  રાજ્યપાલે ફગાવ્યો દાવો
Advertisement
  • ટીવીકે પ્રમુખ વિજયની સરકાર બનાવવાના દાવા પર અડચણ
  • રાજ્યપાલે 118 ધારાસભ્યોના સમર્થન પત્રની માંગ કરી
  • કોંગ્રેસે ટેકો જાહેર કરતા ડીએમકે છાવણીમાં ભારે રોષ
  • ભાજપે 'I.N.D.I.A' ગઠબંધન પર સાધ્યું તીખું નિશાન
  • AIADMK અને ડાબેરી પક્ષોના વલણ પર સૌની નજર

Tamil Nadu Politics Update : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર સુપરસ્ટાર અને તમિઝગા વેત્રી કઝગમ (Tamilaga Vettri Kazhagam) (TVK) ના પ્રમુખ વિજયની તાજપોશી પર હાલમાં સસ્પેન્સના વાદળો ઘેરાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર હાલમાં વિજય પાસે સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીના આંકડા અંગે સંતુષ્ટ નથી. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વિજય 112 ધારાસભ્યોના સમર્થન સાથે રાજભવન ગયા હતા, પરંતુ રાજ્યપાલે તેમને 118 ધારાસભ્યોનું સમર્થન પત્ર (Support Letter) લઈને આવવા માટે જણાવ્યું છે.

Advertisement

Tamil Nadu Politics Update : બહુમતીનું ગણિત અને કોંગ્રેસનો સાથ

તમિલનાડુની 234 બેઠકો વાળી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 ના આંકડાની જરૂર છે. વિજયની પાર્ટી ટીવીકે (TVK) 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ટેકો જાહેર કરતા આ આંકડો 113 પર પહોંચ્યો છે, પરંતુ વિજય હજુ પણ બહુમતીના મેજિક ફિગરથી 6 કદમ દૂર છે. વિજયે બે બેઠકો પર જીત મેળવી હતી, પરંતુ નિયમ મુજબ સરકાર બનાવવાના દાવામાં માત્ર એક જ બેઠક ગણવામાં આવશે.

Advertisement

ડીએમકે અને ભાજપની આકરી પ્રતિક્રિયા

કોંગ્રેસે વિજયની સરકારમાં સામેલ થવાની જાહેરાત કરતા ડીએમકે (DMK) માં ભારે હલચલ મચી ગઈ છે. ડીએમકેના પ્રવક્તાએ આ પગલાને જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે. બીજી તરફ, ભાજપે આ ઘટનાક્રમને વિપક્ષી ગઠબંધન 'INDIA' ની અંતિમ વિદાય ગણાવી છે. વિજયની ટીમ હવે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. ચર્ચા છે કે એઆઈએડીએમકે (AIADMK) ના કેટલાક ધારાસભ્યો વિજયને ટેકો આપી શકે છે. ડાબેરી પક્ષો અને વિદુથલાઈ ચિરુથૈગલ કાચીએ હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આગામી 48 કલાક તમિલનાડુના રાજકારણ માટે નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચો : Bihar Cabinet Expansion: નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સહિત JDU ના 12 નેતાઓ કાલે લેશે શપથ!

Tags :
Advertisement

.

×