Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Tamil Nadu માં 'વિજય સરકાર' પર સસ્પેન્સ, 118 ના આંકડા માટે ડાબેરીઓના શરણે પહોંચી TVK

તમિલનાડુમાં 'થલપતિ' વિજયની પાર્ટી સૌથી વધુ બેઠકો જીતી હોવા છતાં સત્તાના ઉંબરે આવીને અટકી ગઈ છે. રાજ્યપાલ સાથેની બેઠકમાં બહુમતી સાબિત ન કરી શકતા હવે TVK માટે ડાબેરી પક્ષો અને નાના સાથીદારોનું સમર્થન અનિવાર્ય બન્યું છે. શું લાલ વાવટો વિજયની સરકાર બચાવશે કે પછી ચેન્નાઈમાં ફરી કોઈ નવો વળાંક આવશે?
tamil nadu માં  વિજય સરકાર  પર સસ્પેન્સ  118 ના આંકડા માટે ડાબેરીઓના શરણે પહોંચી tvk
Advertisement
  • Tamil Nadu માં વિજયની સરકારનું શપથ ગ્રહણ અટક્યું!
  • બહુમતીના આંકડા માટે TVK ને હજુ 10 ધારાસભ્યોની જરૂર
  • રાજ્યપાલે વિજયને સમજાવ્યું કે તેમની પાસે સંખ્યાબળ નથી
  • 108 બેઠકો જીતનાર વિજય હવે ડાબેરીઓના શરણે પહોંચ્યા
  • CPI અને CPM જેવી પાર્ટીઓ પાસે સમર્થન માંગવાની કવાયત
  • કોંગ્રેસના સાથ છતાં 118 ના જાદુઈ આંકડાથી વિજય હજુ દૂર

તમિલનાડુ (Tamil Nadu) વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં નવી સરકારની રચનાને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય (Vijay) ની પાર્ટી TVK (Tamizhaga Vettri Kazhagam) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ સત્તાના સિંહાસન સુધી પહોંચવાનો રસ્તો હજુ પણ કાંટાળો દેખાઈ રહ્યો છે. બહુમતી માટે જરૂરી 118 ના જાદુઈ આંકડા (Magic Figure 118) સુધી પહોંચવામાં પેંચ ફસાયો છે.

રાજ્યપાલની સ્પષ્ટ ના: હજુ બહુમતી નથી

બુધવાર બાદ ગુરુવારે ફરી એકવાર TVK પ્રમુખ વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર (Governor Rajendra Vishwanath Arlekar) સાથે મુલાકાત કરી હતી. જોકે, લોક ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, રાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે વિજય પાસે હાલમાં સરકાર રચવા માટે જરૂરી સંખ્યાબળ નથી. TVK એ ચૂંટણીમાં 108 બેઠકો જીતી છે, જ્યારે બહુમતી માટે હજુ 10 વધુ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. કોંગ્રેસ (Congress) ના ટેકા બાદ પણ આ આંકડો અધૂરો રહ્યો છે.

Advertisement

Advertisement

Tamil Nadu: ડાબેરી પક્ષો પર મીટ

DMK (59 બેઠકો) અને AIADMK (47 બેઠકો) વિપક્ષમાં બેસવાનું નક્કી કરી ચૂક્યા છે, ત્યારે વિજયની નજર હવે નાના પક્ષો પર છે. TVK ના ઉપમહાસચિવ સી.ટી. નિર્મલ કુમારે જણાવ્યું હતું કે પાર્ટી સત્તાવાર પત્ર ઉપરાંત હવે CPI અને CPM ના નેતાઓનો પણ સંપર્ક કરી રહી છે. આ બંને ડાબેરી પક્ષો પાસે 2-2 બેઠકો છે. આ ઉપરાંત PMK (4 બેઠકો) અને અન્ય નાના પક્ષોને સાથે રાખીને 118 નો આંકડો પાર કરવાના પ્રયાસો તેજ બન્યા છે.

આ પણ વાંચો: Chintan Shibir: પાસાની ફાઈલ અને 'સ્વચ્છતા' મુદ્દે હર્ષભાઇ સંઘવી લાલઘૂમ: કલેક્ટરોને આપી કડક ચેતવણી!

Tags :
Advertisement

.

×