Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DMK Boycotts INDIA Meeting: તમિલનાડુમાં કોંગ્રેસના ‘દ્રોહ’થી નારાજ ડીએમકે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નહીં જાય

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે થલપતિ વિજયની નવી સરકારને ટેકો આપતા વિપક્ષી ગઠબંધનમાં મોટો ભડકો થયો છે. કોંગ્રેસના આ વલણથી નારાજ ડીએમકે (DMK) એ 8 જૂને નવી દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા (INDIA) મોરચાની બેઠકનો બહિષ્કાર કર્યો છે. પક્ષના કાર્યકરો ભારે આહત હોવાનું જણાવીને એમ.કે. સ્ટાલિનની પાર્ટીએ દિલ્હીની બેઠકથી સત્તાવાર રીતે સંપૂર્ણ દૂરી બનાવી લીધી છે.
dmk boycotts india meeting  તમિલનાડુમાં કોંગ્રેસના ‘દ્રોહ’થી નારાજ ડીએમકે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નહીં જાય
Advertisement

DMK Boycotts INDIA Meeting: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly Election) ના પરિણામો બાદ દેશના વિપક્ષી ગઠબંધનમાં મોટું ભંગાણ પડ્યું છે. ચૂંટણી પૂરી થતાં જ કોંગ્રેસ પક્ષે (Congress Party) નવી સત્તાધારી પાર્ટી ટીવીકેને સમર્થન આપી દેતા દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ભારે નારાજ થઈ છે. આ કડવાશના કારણે આગામી 8 જૂને નવી દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની બેઠકનો ડીએમકેએ સત્તાવાર બહિષ્કાર કર્યો છે.

થલપતિ વિજયની ‘ટીવીકે’ સરકારમાં કોંગ્રેસ જોડાતા સંબંધો વણસ્યા

તાજેતરમાં જાહેર થયેલા તમિલનાડુ ચૂંટણીના પરિણામોમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો હતો. સુપરસ્ટાર થલપતિ વિજયની (Thalapathy Vijay) નવી પાર્ટી તમિઝાગા વેટ્ટ્રી કઝગમ (TVK) એ પ્રચંડ પ્રદર્શન કરતા 108 બેઠકો જીતી લીધી હતી, જેના કારણે ડીએમકેએ સત્તા ગુમાવવી પડી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ડીએમકેએ સાથે મળીને મોરચો માંડ્યો હતો.

Advertisement

પ્રાદેશિક પક્ષમાં ભારે રોષ વ્યાપી ગયો

પરંતુ પરિણામો આવતાની સાથે જ કોંગ્રેસે વર્ષો જૂની સાથી ડીએમકેનો સાથ છોડીને વિજયની નવી સરકારને બિનશરતી ટેકો જાહેર કરી દીધો હતો. કોંગ્રેસની પાછળ ડાબેરી પક્ષો અને અન્નાદ્રમુક (AIADMK) ના કેટલાક ધારાસભ્યોએ પણ શાસક પક્ષના પક્ષમાં મતદાન કર્યું હતું. અગાઉ રાહુલ ગાંધી (Rahul Gandhi) જે ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિનને (MK Stalin) પોતાના ભાઈ ગણાવતા હતા, તે કોંગ્રેસે અચાનક છેલ્લી ઘડીએ વલણ બદલતા તમિલનાડુના આ પ્રાદેશિક પક્ષમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

Advertisement

પક્ષના કાર્યકરોની લાગણી દુભાતા ડીએમકેનો કડક નિર્ણય

ડીએમકે દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, "વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ પક્ષે ડીએમકે સાથે જે વિશ્વાસઘાત કર્યો છે તેનાથી પક્ષના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કાર્યકરોની આ લાગણીઓને માન આપીને જ પક્ષે 8 જૂને દિલ્હીમાં યોજાનારી વિપક્ષી મોરચાની બેઠકમાં ન જવાનો નિર્ણય કર્યો છે." પક્ષે વધુમાં ઉમેર્યું કે જે બેઠકમાં કોંગ્રેસના નેતાઓ સામેલ થવાના હોય, ત્યાં ડીએમકે હાજર નહીં રહે. જોકે, બેઠકથી અલગ રહેવા છતાં પક્ષ દેશહિત અને પ્રજા કલ્યાણના મુદ્દાઓ પર સંસદ અને સડક પર હંમેશા જનતાનો અવાજ ઉઠાવતો રહેશે.

દિલ્હીની બેઠકમાં મમતા બેનર્જી સહિતના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ (Mamata Banerjee) પોતાની હાજરીની પુષ્ટિ કરી દીધી છે. બંગાળ ચૂંટણી બાદ મમતા બેનર્જીએ ભાજપ વિરુદ્ધ તમામ વિપક્ષી દળોને એક મંચ પર આવવા અપીલ કરી હતી. આ ઉપરાંત, આ બેઠકમાં સમાજવાદી પાર્ટી, શિવસેના (યુબીટી), રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) સહિતના તમામ પ્રમુખ વિપક્ષી પક્ષોના નેતાઓ આગામી રણનીતિ ઘડવા માટે એકઠા થઈ રહ્યા છે.

રાષ્ટ્રીય મોરચે પડી મોટી તિરાડ

બે વર્ષ પહેલા લોકસભા ચૂંટણી પૂર્વે રચાયેલા ઇન્ડિયા ગઠબંધને (INDIA Alliance) સામાન્ય ચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન કરીને ભાજપને બહુમતીના આંકડાથી નીચે રોકી દીધો હતો, જોકે કેન્દ્રમાં એનડીએ ત્રીજી વાર સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું. હવે પ્રાદેશિક સ્તરે સત્તાના સમીકરણો બદલાતા જ આ રાષ્ટ્રીય મોરચામાં મોટી તિરાડ પડી ગઈ છે.

આ પણ વાંચો : K Annamalai to Resign From BJP : અન્નામલાઈ ભાજપ છોડશે, 5 જૂને બનાવશે નવી પાર્ટી

Tags :
Advertisement

.

×