Tamilnadu : વડાપ્રધાન મોદીએ મહત્વના દક્ષિણી રાજ્યને 4900 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
- તમિલનાડુને PM Modi એ 4900 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
- અનેક મહત્વના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યુ
- 4 દિવસની વિદેશ યાત્રા બાદ તેમને ભગવાન શ્રી રામની આ પવિત્ર ભૂમિ પર આવવાની તક મળી છે - મોદી
Tamilnadu : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ શનિવારે તમિલનાડુમાં 4,900 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યુ હતું. જેમાં એરપોર્ટ, હાઈવે, રેલવે, પોર્ટ અને વીજળી સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, તેઓ ભાગ્યશાળી છે કે 4 દિવસની વિદેશ યાત્રા બાદ તેમને ભગવાન શ્રી રામની આ પવિત્ર ભૂમિ પર આવવાની તક મળી છે.
વિવિધ વિકાસકાર્યો
ગતરોજ વડાપ્રધાન મોદી (PM Modi) એ મહત્વના દક્ષિણ રાજ્ય તમિલનાડુને રુપિયા 4900 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. જેમાં ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં એક નવી અત્યાધુનિક તુતીકોરિન એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. જેનો અંદાજિત ખર્ચ લગભગ 450 કરોડ રૂપિયા છે. નવા ટર્મિનલનો બિલ્ટ-અપ વિસ્તાર 17,000 ચોરસ મીટરથી વધુ છે અને તેમાં સંલગ્ન માળખાકીય સુવિધાઓ છે. જેમાં નવો ATC ટાવર કમ ટેકનિકલ બ્લોક મોટા વિમાનોને સમાવવા માટે હાલના 1,350 મીટરથી 3,115 મીટર સુધી રનવેનું વિસ્તરણ શામેલ છે. નવું એરપોર્ટ ટર્મિનલ વાર્ષિક 20 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ છે, જે હાલની ક્ષમતા કરતા 6 ગણું વધારે છે.
2 મહત્વપૂર્ણ હાઈવે પ્રોજેક્ટ્સ
વડાપ્રધાને 2 મહત્વપૂર્ણ હાઈવે પ્રોજેક્ટ્સ ગતરોજ સમર્પિત કર્યા હતા. જેમાં નેશનલ હાઇવે (NH)-36 ના 50 કિમી લાંબા સેથિયાથોપ-ચોલાપુરમ સેક્શનનું 4-લેનિંગ, જે રૂ. 2,350 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, અને NH-138 તુતીકોરીન પોર્ટ રોડનું 5.16 કિમી લાંબા 6-લેનિંગ, જે લગભગ રૂ. 200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમણે રૂ. 285 કરોડના ખર્ચે સ્થાપિત V O Chidambaranar પોર્ટ ખાતે 6.96 MMTPA ક્ષમતા ધરાવતા નોર્થ કાર્ગો બર્થ-3નું ઉદ્ઘાટન કર્યુ. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) છે. સૌ પ્રથમ, હું કારગિલના બહાદુર નાયકોને સલામ કરું છું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું.
આ પણ વાંચોઃ તેજ પ્રતાપ યાદવની મોટી જાહેરાત, મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે
વડાપ્રધાનનું સૂચક સંબોધન
તમિલનાડુમાં 4,900 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, તેઓ ભાગ્યશાળી છે કે 4 દિવસની વિદેશ યાત્રા બાદ તેમને ભગવાન શ્રી રામની આ પવિત્ર ભૂમિ પર આવવાની તક મળી છે. તેમણે કહ્યું કે, બ્રિટન સાથે વેપાર કરાર ઐતિહાસિક છે. કારણ કે તેનાથી વિશ્વનો ભારત પરનો વિશ્વાસ વ્યક્ત થાય છે. અમે આ વિશ્વાસ સાથે વિકસિત ભારત અને વિકસિત તમિલનાડુ બનાવીશું. પરંપરાગત વેષ્ટી (ધોતી), શર્ટ અને ગળામાં અંગવસ્ત્રમ પહેરીને મોદીએ કહ્યું, યુકે સાથેનો એફટીએ વિકસિત ભારત, વિકસિત તમિલનાડુના આપણા વિઝનને વેગ આપે છે. છેલ્લા 11 વર્ષમાં માળખાગત સુવિધાઓ અને ઉર્જા પર અમારું ધ્યાન તમિલનાડુના વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચોઃ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેવો મારા માટે સન્માનની વાત: પીએમ મોદી