Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારત તરફથી આ દિગ્ગજ નેતા આપશે હાજરી

બાંગ્લાદેશના રાજકીય આકાશમાં નવો સૂર્યોદય થયો છે. 17 વર્ષના લાંબા દેશનિકાલ બાદ તારિક રહેમાન સત્તાના શિખરે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન મોદીની ગેરહાજરી અને ઓમ બિરલાની હાજરી પાછળનું રાજદ્વારી ગણિત શું છે? શું ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા હવે નવા પરિમાણો સ્થાપિત કરશે? ઢાકાના રાષ્ટ્રીય સંસદ ભવનમાં યોજાનારો આ સમારોહ પાડોશી દેશો માટે પણ અનેક સંકેતો આપી રહ્યો છે
બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારત તરફથી આ દિગ્ગજ નેતા આપશે હાજરી
Advertisement
  • PM મોદીને બદલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ઢાકા જશે (Bangladesh PM Oath Ceremony)
  • વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ પ્રતિનિધિમંડળમાં રહેશે સામેલ
  • 17 વર્ષના દેશનિકાલ બાદ તારિક રહેમાન વડાપ્રધાન તરીકે લેશે શપથ

બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (Bangladesh Nationalist Party [BNP]) ના ભવ્ય વિજય બાદ હવે દેશની કમાન તારિક રહેમાન (Tarique Rahman) સંભાળવા જઈ રહ્યા છે. 17 ફેબ્રુઆરીએ ઢાકા (Dhaka) ખાતે રાષ્ટ્રીય સંસદ ભવનના દક્ષિણ પ્લાઝામાં યોજાનારા આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ (Oath-taking Ceremony) માં ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla) હાજરી આપશે. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી (Vikram Misri) પણ સામેલ થશે.

Advertisement


Advertisement

Bangladesh PM Oath Ceremony :PM મોદી નહીં જાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને આ સમારોહ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ મુંબઈ (Mumbai) માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો (Bilateral Talks) અને દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ (AI Summit) ની તૈયારીઓને કારણે તેઓ હાજર રહી શકશે નહીં. ભારત સરકારે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ (Delegation) મોકલવાનો નિર્ણય કર્યો છે, જે બંને દેશો વચ્ચેની ઊંડી અને સ્થાયી મિત્રતા (Enduring Friendship) પર ભાર મૂકે છે.

તારિક રહેમાનનું પુનરાગમન અને ઐતિહાસિક વિજય

17 વર્ષના દેશનિકાલ (Exile) બાદ લંડનથી પરત ફરેલા તારિક રહેમાને ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી (Two-thirds Majority) મેળવીને ઇતિહાસ રચ્યો છે. વર્ષ2024 ના વિદ્યાર્થી આંદોલન (Student Protests) બાદ શેખ હસીના (Sheikh Hasina) ને સત્તા પરથી હટાવ્યા પછી આ પ્રથમ ચૂંટણી હતી. BNP ના સ્થાપક ઝિયાઉર રહેમાન (Ziaur Rahman) અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા (Khaleda Zia) ના પુત્ર તારિક રહેમાને હવે રાષ્ટ્રીય એકતા અને આર્થિક સ્થિરતા (Economic Stability) નું વચન આપ્યું છે.

ભારત સાથેના સંબંધોમાં નવો વળાંક

વડાપ્રધાન મોદીએ 13  ફેબ્રુઆરીએ ફોન પર તારિક રહેમાનને અભિનંદન પાઠવ્યા હતા. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસ (Muhammad Yunus) એ ચીન (China), પાકિસ્તાન (Pakistan) અને સાઉદી અરેબિયા (Saudi Arabia) સહિત ૧૩ દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું છે. તારિક રહેમાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ એક દેશ પર વધુ પડતો આધાર રાખવાને બદલે વ્યાપક આંતરરાષ્ટ્રીય ભાગીદારી (International Partnership) બનાવશે.

આ પણ વાંચો: સાંસદ ઓવૈસીએ ટીપુ સુલતાન અને વીર સાવરકર પર આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું, ભાજપે કર્યા આકરા પ્રહાર 

Advertisement

.

×