બિહાર SIR મુદ્દે Tejashwi Yadav ના EC પર પ્રહાર, કહ્યું- રાજ્યમાં થઇ રહી છે મતચોરી
- બિહાર SIR મુદ્દે Tejashwi Yadav ના EC પર પ્રહાર
- ભાજપના ઈશારે EC વોટની લૂંટ કરી રહ્યું છે : તેજસ્વી
- ગુજરાતના લોકો બિહારના વોટર બની રહ્યાં છે : તેજસ્વી
- ભાજપના પ્રભારી ભીખુભાઈ પટનાના વોટર : તેજસ્વી
- 5 વર્ષમાં જગ્યાઓ બદલીને વોટિંગ કરી રહ્યાં છે : તેજસ્વી
- CBI, IT, ED બેકાર હવે ECનો ઉપયોગ : તેજસ્વી
- 2020માં પણ વોટ ચોરી કર્યાનો તેજસ્વી યાદવનો દાવો
- મુઝફ્ફરનગરની મેયરના બે EPIC કાર્ડ : તેજસ્વી યાદવ
- વિપક્ષના વોટ ઓછા કરી રહ્યું છે ચૂંટણી પંચ : તેજસ્વી
Tejashwi Yadav : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને ચૂંટણી પંચ (EC) પર સીધા અને ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના ઈશારે રાજ્યમાં મતચોરી થઈ રહી છે અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી રહી છે. તેજસ્વીએ કહ્યું કે કેટલાક લોકો તેને “મોદીનો જાદુ” કહે છે, પરંતુ હકીકતમાં આ જાદુ નહીં, પણ મત લૂંટ છે.
2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ મતચોરીનો આક્ષેપ
તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ના જણાવ્યા મુજબ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ RJD સાથે મતચોરી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ઘણી બેઠકો પર પાર્ટી માત્ર 10, 20 કે 100 જેટલા મતોના અંતરથી હારી ગઈ હતી, જે તેમના મતે ચૂંટણીમાં ગેરરીતિનો પુરાવો છે.
SIR મુદ્દો અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલો કેસ
પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વીએ SIR (Special Intensive Revision) મુદ્દો પણ ઉઠાવ્યો, જે હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમણે જણાવ્યું કે કેટલાક લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હોવા છતાં તેઓ કોર્ટમાં જીવંત હાજર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ ગંભીર મુદ્દા પર પંચે આજ સુધી કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી નથી.
મુઝફ્ફરપુરના મેયર પર ડબલ EPIC નંબરનો Tejashwi Yadav નો આરોપ
તેજસ્વીએ મુઝફ્ફરપુરના ભાજપ મેયર નિર્મલા દેવી અને તેમના સાળા પર ગંભીર આરોપ લગાવ્યો. તેમના જણાવ્યા અનુસાર, બંને પાસે બે-બે EPIC (મતદાર ID) નંબર છે. બૂથ નંબર 257નો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો કે દિલીપ કુમાર અને મનોજ કુમાર નામના તેમના સાળા પાસે પણ બે EPIC નંબર છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે પ્રોજેક્ટર દ્વારા ફોટા અને EPIC નંબર જાહેર પણ કર્યા.
ગુજરાતના લોકો બિહારના મતદાર બન્યા હોવાનો દાવો
તેજસ્વીએ બીજો મોટો આક્ષેપ કરતાં જણાવ્યું કે હવે ગુજરાતના લોકો બિહારના મતદાર તરીકે નોંધાઈ રહ્યા છે. તેમણે ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાનિયાનું ઉદાહરણ આપ્યું, જેમણે અગાઉ ગુજરાતમાં મતદાન કર્યું હતું, પરંતુ હવે પોતાનું નામ ત્યાંથી કાઢી બિહારમાં મતદાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વિજય સિંહા વિરુદ્ધ સીધી ટીકા
તેજસ્વીએ ભાજપના વરિષ્ઠ નેતા વિજય સિંહા પર પણ ટીકા કરી. તેમણે કહ્યું કે જો તેમણે આ મામલો બહાર લાવ્યો ન હોત, તો વિજય સિંહાનું નામ મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યું ન હોત. વધુમાં તેમણે સવાલ કર્યો કે બે અલગ અલગ જિલ્લાઓમાં ગુનો હોવા છતાં તેમને ફક્ત એક જિલ્લામાંથી જ નોટિસ કેમ મળી?
ચૂંટણીમાં ભાજપના પ્રયાસો પર સવાલ
તેજસ્વીએ અંતે કહ્યું કે ભાજપ પોતાના અસ્તિત્વને બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને દરેક પ્રકારની લડાઈ લડશે. તેમણે ચેતવણી આપી કે આ પ્રકારની ગેરરીતિઓ લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી માટે ખતરનાક છે.
આ પણ વાંચો : વિપક્ષના સાંસદોએ Minta Devi નામની T-shirt પહેરીને નોંધાવ્યો વિરોધ!