ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિન્દી ભાષી લોકો અંગે DMK સાંસદની વિવાદાસ્પદ ટિપ્પણી પર તેજસ્વી યાદવના આકરા બોલ! કહી આ વાત

યુપી અને બિહારના હિન્દી ભાષા લોકો માટે ડીએમકે (DMK) સાંસદે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. તેમના આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થતા રાજનૈતિક ઘમાસાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ડીએમકે સાંસદના નિવેદન પર હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે...
06:37 PM Dec 24, 2023 IST | Vipul Sen
યુપી અને બિહારના હિન્દી ભાષા લોકો માટે ડીએમકે (DMK) સાંસદે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. તેમના આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થતા રાજનૈતિક ઘમાસાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ડીએમકે સાંસદના નિવેદન પર હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે...

યુપી અને બિહારના હિન્દી ભાષા લોકો માટે ડીએમકે (DMK) સાંસદે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. તેમના આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થતા રાજનૈતિક ઘમાસાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ડીએમકે સાંસદના નિવેદન પર હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે (Tejashwi Yadav) પ્રતિક્રિયા આપી છે.

તેજસ્વી યાદવે કહ્યું કે, ડીએમકે સાંસદ દયાનિધિ મારનના (Dayanidhi Marne) નિવેદનની તેઓ નિંદા કરે છે. જો કે, તેજસ્વી ડીએમકે પાર્ટી પર આકરી પ્રતિક્રિયા આપતા બચ્યા હતા. કારણ કે, તેઓ પણ I.N.D.I.A. ગઠબંધનનો એક ભાગ છે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે મીડિયાને કહ્યું કે, બિહાર અને યુપીના લોકોની સમગ્ર દેશમાં માગ છે. જો તેઓ અન્ય રાજ્યોમાં કામ કરવા માટે ન જાય તો તેઓનું જીવન ઠપ થઈ શકે છે.

 

આ નિવેદનની નિંદા કરીએ છીએ: તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે, અમે બિહાર અને યુપીના લોકો અંગે કરવામાં આવેલા આ નિવેદનની નિંદા કરીએ છીએ. બીજા રાજ્યોના નેતાઓેને આ પ્રકારના નિવેદન કરવાથી બચવું જોઈએ. જણાવી દઈએ કે ડીએમકે સાંસદ દયાનિધિ મારને કહ્યું હતું કે, યુપી/બિહારમાંથી હિન્દી ભાષી લોકો તમિલનાડુમાં આવે છે અને રસ્તાઓ અને શૌચાલય સાફ કરે છે. તેમના આ નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે બિહાર અને યુપીના હિન્દી ભાષી લોકો વિશે તમિલ ભાષામાં આ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક જાહેર સભાને સંબોધિત કરવાનો DMK સાંસદ દયાનિધિ મારનનો આ વીડિયો હવે વિવાદમાં ઘેરાયો છે.

 

આ પણ વાંચો - Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર છે ઔતિહાસિક રામ મંદિર, અહીં જુઓ નવી તસવીરો

Tags :
BiharDayanidhi Marnedmk mpGujaratFirstI.N.D.I.A.JDUNationa NewsRJDTamilNaduTejashwi YadavUP
Next Article