Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Telangana Boat Accident : ખમ્મમમાં પૂરના ધસમસતા પ્રવાહમાં બે બોટ પલટી, બચાવ કામગીરી દરમિયાન SDRF અને ફાયર વિભાગના 10 જવાનો લાપતા

તેલંગાણાના ખમ્મમ જિલ્લાના બેથુપલ્લી તળાવમાં પૂરના પાણીમાં ફસાયેલા માછીમારોને બચાવવા ગયેલી બે હોડી પલટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બચાવ દળના 10 જવાનો લાપતા થયા છે. એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને શોધખોળ તેજ કરી છે અને લાઈફ જેકેટ પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી ઝડપી રાહત કામગીરીના આદેશ આપ્યા છે.
telangana boat accident   ખમ્મમમાં પૂરના ધસમસતા પ્રવાહમાં બે બોટ પલટી  બચાવ કામગીરી દરમિયાન sdrf અને ફાયર વિભાગના 10 જવાનો લાપતા
Advertisement

Telangana Boat Accident : તેલંગાણાના ખમ્મમ જિલ્લામાંથી પૂર રાહત કામગીરી દરમિયાન અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદ અને પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નીકળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પોતે જ અકસ્માતનો ભોગ બની છે. બેથુપલ્લી તળાવમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા માછીમારોને બહાર કાઢવા માટે ગયેલી બે હોડી અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર બ્રિગેડના 10 જેટલા તાલીમાર્થી જવાનો લાપતા થયા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને વધારાની ટુકડીઓ બોલાવીને તળાવમાં યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×