Telangana: અત્યંત શરમજનક!, બ્લડ બેગમાં હ્યુમનના નામે પશુઓનું લોહી?, ડ્રગ કંટ્રોલ અધિકારીના દરોડામાં કૌભાંડનો પર્દાફાશ
- Telangana: તેલંગણામાં કૌભાંડની હદ વટાવતી ઘટના
- મનુષ્યોની બ્લડ બેગમાંથી મળ્યું પશુઓનું લોહી
- હૈદરાબાદ પોલીસ અને ડ્રગ કંટ્રોલ અધિકારીની સંયુક્ત રેડ
- કાચીગુડામાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ફર્મ પર દરોડા દરમિયાન ખુલાસો
Telangana: દેશમાં અનેક કૌભાંડ થઈ રહ્યા છે. પણ હવે કૌભાંડીઓ પશુઓ અને દર્દીઓને પણ પોતાના ખિસ્સા ભરવાનું માધ્યમ બનાવી રહ્યા છે. આવી જ એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે તેલંગાણાના હૈદરાબાદ (Hyderabad) માં. જ્યાં એક ફર્મમાં દરોડા પાડતા ખુલાસો થયો કે, બ્લડ બેગ (Blood bag) માં મનુષ્યનું લોહી છે જ નહીં. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે જે બેગમાં હ્યુમન (Human) બ્લડ લખેલું હતું તેમાં પશુઓનું લોહી ભરીને ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દરોડા પડતાની સાથે જ ફરાર થયેલા ફર્મ માલિકને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે.
Telangana: કાચેગુડામાં પોલીસ અને ડ્રગ કંટ્રોલના દરોડા
હૈદરાબાદ પોલીસે બાતમીના આધારે ડ્રગ કંટ્રોલ (Drug Control) ના અધિકારીઓ સાથે સંયુક્તમાં કાચેગુડાના એક ફર્મમાં દરોડા પાડ્યા હતા. જ્યા તપાસ કરતા બ્લડ બેગમાં 1 હજાર લીટરથી વધુ પશુઓનું લોહી મળી આવ્યું. સ્થળ પરથી પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો, ઉપરાંત 110 બ્લડ બેગ અને 60થી વધુ ખાલી બેગ મળી આવ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી તમામ સામાન જપ્ત કરીને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા.
Telangana: પશુઓના લોહી એકત્ર કરીને ગેરકાયદે કરાતું વેચાણ
આરોપીઓ ગેરકાયદે રીતે જીવતાં ઘેટા-બકરાં જેવા પશુઓને ઈન્જેક્શન (Injection) લગાવીને લોહી નીકાળતા હતા. આરોપીઓ હૈદરાબાદના કીસરા વિસ્તારમાં કૌભાંડ આચરતા હતા. સત્યનારાયણ કોલોનીમાં એક મટન શોપમાં જીવતા પશુઓમાંથી ગેરકાયદે લાહી કાઢીને એકત્ર કરતા હતા. મળતી માહિતી મુજબ આરોપીઓ રાતના અંધારામાં લોહી કાઢીને પેકિંગ કરતા હતા. એટલું જ નહીં પણ મેડિકલ પરીક્ષણ વગર જ આ લોહીને અન્ય સ્થળોએ સપ્લાય કરવામાં આવતું હતું. આરોપીઓ પશુ દીઠ એક હજાર મિલીલીટર (Milliliter) લોહી કાઢતા હતા. એકત્ર કરેલા બ્લડને રેફ્રિજરેટર (Refrigerator) માં સ્ટોર કરવામાં આવ્યું હતું. આરોપીઓના દાવા મુજબ રેફ્રિજરેટરમાં 30 દિવસ સુધી લોહીને સ્ટોર કરી શકાય છે.
Telangana: મેડિકલ ટેસ્ટ વગર થતું હતું વેચાણ
પશુઓના લોહીને હ્યુમન બ્લડનું ટેગ (Tag) લગાવીને ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું. એક લીટર લોહી માટે આરોપીઓ 2 હજાર રૂપિયા વસૂલતા હતા. મળતી માહિતી મુજબ આ મટન શોપમાં મોટી સખ્યામાં ઘેટા-બકરાની સપ્લાય કરવામાં આવતી હતી. જો કે, આરોપીઓએ દાવો કર્યો છે કે, તેઓ લેબ (Lab) માં એસબીએ તૈયાર કરવા માટે આ લોહી આપતા હતા. એસબીએ (SBA) એટલે, તેનો ઉપયોગ માઈક્રોબાયોલોજી (Microbiology) માં બેક્ટેરિયાના ઉત્પાદન અને ઓળખ માટે કરવામાં આવે છે. તો પોલીસનું કહેવું છે કે, એસબીએ બનાવવા માટે લોહી હાઈઝેનિક રીતે એકત્ર કરવું પડે છે. જેનું આરોપીઓ પાલન કરતા નહોતા.
આ કેસમાં પોલીસે આરોગ્ય, પશુ કલ્યાણ અને ખાદ્ય સુરક્ષા કાયદાના ઉલ્લંઘન સહિત લેબ, ખરીદનાર તત્વોના નેટવર્કની દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, પશુઓનું લોહી કોઈ પણ સંજોગોમાં મનુષ્યની સારવારમાં ઉપયોગમાં લઈ નથી શકાતું.
આ પણ વાંચો--------- Surat : ભોપાલનો રહેમાન ડકેત કોણ છે ? 6 રાજ્યની પોલીસના નાકમાં કરી દીધો છે દમ
આ પણ વાંચો----------Bengaluru : નશામાં ધૂત નબીરાએ ડિવાઈડર સાથે કાર અથડાવતા હવામાં ઉછળી, અકસ્માતના CCTV આવ્યા સામે


