ગિગ વર્કર્સ માટે ખુશખબર,સરકારે આપી લઘુત્તમ વેતનની ગેરંટી!
Labor Wage Policy : તેલંગાણા સરકાર (Telangana Government) દ્વારા કામદારોના કલ્યાણ માટે એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યમાં હવે કામદારોને રોકડ (Cash) માં વેતન ચૂકવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ નોકરીદાતાઓ માટે હવે વેતનનું ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર (Electronic Transfer) ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વેતન ચુકવણીમાં પારદર્શિતા લાવવાનો અને શ્રમ નિરીક્ષકો (Labor Inspectors) માટે રેકોર્ડ જાળવવાનો છે.
Labor Wage Policy : નવું વેતન માળખું અને ઝોનલ વિભાજન
રાજ્ય સરકારે લઘુત્તમ વેતન અધિનિયમ, 1948 ને રદ કરીને કેન્દ્રીય વેતન સંહિતા, 2019 (Code on Wages, 2019) નો અમલ કર્યો છે. આ નવા નિયમ હેઠળ, તમામ ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓના કામદારોને ચાર કૌશલ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે: અકુશળ, અર્ધ-કુશળ, કુશળ અને ઉચ્ચ કુશળ. સાથે જ, રાજ્યને ત્રણ ભૌગોલિક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે: ઝોન 1 (મ્યુનિસિપલ કોર્પોરેશનો), ઝોન 2 (નગરપાલિકાઓ) અને ઝોન 3 (ગ્રામીણ વિસ્તારો).
ગિગ વર્કર્સને પણ મળી સુરક્ષા
આ નવી નીતિનો સૌથી મોટો ફાયદો ગિગ વર્કર્સ (Gig Workers) ને થશે, જેમને હવે લઘુત્તમ વેતન (Minimum Wage) ની સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા છે. સરકારે ઝોન 1 માટેના માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઉદાહરણ તરીકે, અકુશળ કામદાર માટે વેતન રૂ. 12,750 થી વધારીને રૂ. 16,000 કરવામાં આવ્યું છે, જ્યારે ઉચ્ચ કુશળ કામદાર માટે તેને રૂ. 14,607 થી વધારીને રૂ. 20,000 કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સેક્સ વર્કર્સ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, સ્વેચ્છાએ દેહવ્યાપાર ગુનો નથી!


