Pakistan સાથે તણાવભરી સ્થિતિ, રાજનાથસિંહે અમેરિકી રક્ષામંત્રી સાથે ફોન પર કરી વાતચીત
- Pakistan સાથે તણાવભરી સ્થિતિ
- રાજનાથસિંહે અમેરિકી રક્ષામંત્રી સાથે કરી વાત
- 7 અસ્થાયી સભ્યો સાથે ટેલિફોન પર વાત કરી
Rajnath Singh : 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ચરમસીમાએ પહોંચી છે. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ સાથે ફોન પર વાતચીત કરી છે. અગાઉ, વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના 7 અસ્થાયી સભ્યો સાથે ટેલિફોન પર વાત કરી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના કાર્યાલયે આપી જાણકારી
X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના કાર્યાલયે જાણકારી આપતા જણાવ્યું કે: "અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી અને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવવા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો -Amit Shah: 'પહેલગામ હુમલાનો એક પણ ગુનેગાર બચશે નહીં...' કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર
આતંકવાદની સ્પષ્ટ નિંદા કરવી અને પર્દાફાશ કરવો મહત્વપૂર્ણ
વાતચીત દરમિયાન પીટ હેગસેથે કહ્યું કે 'અમેરિકા ભારત સાથે ઉભું છે અને ભારતના દરેક નિર્ણયને સમર્થન આપે છે. તેમણે આતંકવાદ સામેની ભારતની લડાઈમાં યુએસ સરકારના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. વાતચીત દરમિયાન રાજનાથ સિંહે પીટ હેગસેથને કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો ઈતિહાસ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે વૈશ્વિક સમુદાય માટે આતંકવાદના આવા જઘન્ય કૃત્યોની સ્પષ્ટ નિંદા કરવી અને તેનો પર્દાફાશ કરવો મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો -Pakistani Citizen: પાકિસ્તાનની નફ્ફટાઈ! વાઘા બૉર્ડર પર પોતાના દેશના નાગરિકોને જ નો એન્ટ્રી!
અગાઉ જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે કરી હતી વાતચીત
તમને જણાવી દઈએ કે આ પહેલા ગઈકાલે બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના અમેરિકી સમકક્ષ માર્કો રુબિયો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરના આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરી હતી. જયશંકરે કહ્યું કે હુમલાના કાવતરાખોરો, સમર્થકો અને યોજનાકારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.