Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

TVK Government Claim: તમિલનાડુમાં થલાપતિ વિજયે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

તમિલનાડુના રાજકારણમાં એક અભૂતપૂર્વ વળાંક આવ્યો છે, જ્યાં સુપરસ્ટાર વિજયે રાજ્યપાલ પાસે સત્તાની ચાવી માંગી છે. કોંગ્રેસના એકાએક બદલાયેલા વલણ અને ડીએમકે સાથેના છેડાફાડથી રાજકીય ગણિત સંપૂર્ણપણે ગરમાયું છે. જોકે, બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વિજય હજુ પણ મથામણ કરી રહ્યા છે. શું આ સુપરસ્ટાર તમિલનાડુના નવા સુકાની બનશે? રહસ્ય હજુ અકબંધ છે.
tvk government claim  તમિલનાડુમાં થલાપતિ વિજયે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
Advertisement
  • TVK વડા વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે કરી મુલાકાત (TVK Government Claim)
  • કોંગ્રેસે DMK સાથે વર્ષો જૂનું ગઠબંધન તોડી વિજયને જાહેર કર્યો ટેકો
  • ટીવીકે 108 અને કોંગ્રેસ 5 મળીને કુલ 113 બેઠકોનું સંખ્યાબળ થયું
  • બહુમતીના 118ના આંકડા સુધી પહોંચવા હજુ 5 ધારાસભ્યોની જરૂર

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 (Tamil Nadu Assembly Election 2026) ના પરિણામો બાદ રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તમિલનાડુ વેટ્રી કઝગમ [TVK] ના વડા અને સુપરસ્ટાર વિજય (Vijay) બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (Rajendra Vishwanath Arlekar) ને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ દરમિયાન સૌથી આશ્ચર્યજનક ઘટનાક્રમમાં કોંગ્રેસ (Congress) પાર્ટીએ ડીએમકે (Dravida Munnetra Kazhagam) સાથેનું દાયકાઓ જૂનું ગઠબંધન તોડીને વિજયને ટેકો જાહેર કર્યો છે.

TVK Government Claim : કોંગ્રેસે તોડ્યા DMK સાથેના સંબંધો

કોંગ્રેસ પાર્ટીએ લાંબા સમયના સાથી પક્ષ DMK સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. કોંગ્રેસના પ્રભારી ગિરીશ ચોડણકર (Girish Chodankar) એ જણાવ્યું હતું કે, ટીવીકે નેતા વિજય (TVK Leader Vijay) દ્વારા સમર્થન માંગવામાં આવ્યા બાદ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસના આ નિર્ણયને વધાવવા માટે કાર્યકરોએ સત્યમૂર્તિ ભવન (Satyamurti Bhavan) ખાતે ફટાકડા ફોડી વિજય સરઘસ જેવો માહોલ સર્જ્યો હતો. મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ આ નવા ગઠબંધનને લીલી ઝંડી આપી દીધી છે.

Advertisement

Advertisement

શું વિજય બહુમતી સાબિત કરી શકશે?

તમિલનાડુમાં સરકાર બનાવવા માટે કુલ 234 બેઠકો (234 Assembly Seats) માંથી 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. ચૂંટણી પરિણામોમાં વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસના 5 ધારાસભ્યોનો ટેકો મળતા આ આંકડો 113 પર પહોંચ્યો છે. જોકે, હજુ પણ જાદુઈ આંકડા (Majority Mark) થી TVK 5 બેઠકો દૂર છે. હવે જોવાનું એ રહેશે કે વિજય બાકીના 5 ધારાસભ્યોનું સમર્થન ક્યાંથી મેળવે છે અને રાજ્યપાલ તેમને શપથ ગ્રહણ માટે ક્યારે આમંત્રણ આપે છે.

આ પણ વાંચો: Himanta Biswa Oath Ceremony: આસામમાં ફરી હિમંતા ‘રાજ’: 12 મેના રોજ નવી સરકાર લેશે શપથ

Tags :
Advertisement

.

×