Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

8 વર્ષ નાની હીરોઈન માટે પત્નીને આપ્યો દગો? વિજયની Love Life નો મોટો ખુલાસો

Vijay Divorce : સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય (Thalapathy Vijay) અને તેમની પત્ની સંગીતા (Sangeeta) 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લેવા જઈ રહ્યા હોવાની ચર્ચા છે. અભિનેત્રી તૃષા કૃષ્ણન (Trisha Krishnan) સાથેના કથિત અફેરને કારણે વિજયનું ઘર તૂટી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ વિવાદ વિજયની રાજકીય એન્ટ્રી સમયે જ સામે આવતા ભારે ચકચાર મચી છે.
8 વર્ષ નાની હીરોઈન માટે પત્નીને આપ્યો દગો  વિજયની love life નો મોટો ખુલાસો
Advertisement

Love Life: થલપતિ વિજયના 27 વર્ષના લગ્નજીવનનો અંત, ચૂંટણી બાદ લગ્નની અટકળો!
પત્ની સંગીતા સોરનલિંગમ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હોવાના અહેવાલો
વિજય અને સંગીતાની લવ સ્ટોરી કોઈ ફિલ્મ જેવી હતી
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ વિજય અને તૃષા લગ્ન કરી શકે

Thalapathy Vijay Love Life: સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય (Thalapathy Vijay) હાલમાં તમિલનાડુ (Tamil Nadu) ના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે, પરંતુ આ દરમિયાન તેમનું અંગત જીવન ભારે વિવાદોમાં ઘેરાયું છે. છેલ્લા 27 વર્ષથી સુખી લગ્નજીવન વિતાવતા વિજય અને તેમની પત્ની સંગીતા સોરનલિંગમ (Sangeeta Sornalingam) વચ્ચે હવે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હોવાના અહેવાલોએ ચાહકોને આઘાતમાં મૂકી દીધા છે.

Advertisement

ચાહકથી પત્ની સુધીની સફરનો કરુણ અંત

વિજય અને સંગીતાની લવ સ્ટોરી કોઈ ફિલ્મ જેવી હતી. સંગીતા લંડન (London) સ્થિત એક તમિલ ઉદ્યોગપતિની પુત્રી અને વિજયની મોટી ફેન હતી. 1996માં વિજયની ફિલ્મ 'પૂવે ઉનક્કાગા' (Poove Unakkaga) ની સફળતા બાદ તે તેને મળવા ભારત આવી હતી. પ્રથમ મુલાકાતમાં જ વિજય પ્રભાવિત થયા અને પરિવારે પણ આ સંબંધને મંજૂરી આપી. 25 ઓગસ્ટ 1999ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો પણ છે. પરંતુ હવે એવા અહેવાલો છે કે સંગીતાએ માનસિક સતામણી અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના ગંભીર આરોપો સાથે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.

Advertisement

આ પણ વાંચો: દ્રવિડિયન કિલ્લામાં ગાબડું: Thalapathy Vijay એ રચ્યો ઇતિહાસ, રજનીકાંત-કમલ હાસન પણ જોતા રહી ગયા!

તૃષા કૃષ્ણન સાથેનું કનેક્શન અને વિવાદ

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં અભિનેત્રી તૃષા કૃષ્ણન (Trisha Krishnan) નું નામ ઉછળી રહ્યું છે. વિજય અને તૃષાએ 'ઘિલ્લી' (Ghilli) અને 'લિયો' (Leo) જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને વચ્ચે 8 વર્ષનો ઉંમરનો તફાવત છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમને અનેકવાર ગુપ્ત રીતે મળતા જોવામાં આવ્યા છે. અટકળો એવી પણ છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly Elections) બાદ વિજય અને તૃષા લગ્ન કરી શકે છે. જોકે, બંનેએ અત્યાર સુધી આ સંબંધ વિશે મૌન સેવ્યું છે.

એક તરફ વિજય પોતાની નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, બીજી તરફ તેમનું ઘર તૂટવાના આરે છે. શું વિજય આ વિવાદોમાંથી બહાર આવી શકશે કે પછી આ કૌટુંબિક કલહ તેમની રાજકીય કારકિર્દી પર અસર કરશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: બંગાળમાં મોટો ઉલટફેર!: જ્યાં પીએમ મોદીએ ખાધી હતી Jhalmuri, ત્યાં જ ખીલ્યું કમળ!

Tags :
Advertisement

.

×