Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vijay Party TVK Symbol: ચૂંટણી પંચે તમિલ સુપરસ્ટાર વિજયની પાર્ટી 'TVK' ને 'વ્હિસલ' પ્રતીક ફાળવ્યું

તમિલનાડુના રાજકારણમાં એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK ને ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવેલું 'વ્હિસલ' પ્રતીક માત્ર એક ચિન્હ નથી, પણ લાખો ચાહકોની આશાનું પ્રતિક છે. 'વ્હિસલ પોડુ' ના નાદ સાથે વિજય 234 બેઠકો પર કેવી રીતે પરિવર્તન લાવશે અને કયા દિગ્ગજો સાથે ગઠબંધન કરશે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે.
vijay party tvk symbol  ચૂંટણી પંચે તમિલ સુપરસ્ટાર વિજયની પાર્ટી  tvk  ને  વ્હિસલ  પ્રતીક ફાળવ્યું
Advertisement
  • ચૂંટણી પંચે વિજયની પાર્ટી 'TVK' ને સત્તાવાર રીતે 'વ્હિસલ' પ્રતીક ફાળવ્યું (Vijay Party TVK Symbol)
  • 10 પ્રસ્તાવિત પ્રતીકોમાંથી વિજયે 'વ્હિસલ' પર ઉતારી હતી પ્રથમ પસંદગી
  • 26 જાન્યુઆરીથી તમિલનાડુની તમામ 234 બેઠકો પર પાર્ટી શરૂ કરશે મહાસંપર્ક

દક્ષિણ ભારતના સુપરસ્ટાર વિજય (Thalapathy Vijay) ની રાજકીય પાર્ટી તમિલગા વેટ્ટી કઝગમ (Tamilaga Vettri Kazhagam ) ને ભારતીય ચૂંટણી પંચે (Election Commission) આગામી વિધાનસભા ચૂંટણી માટે 'વ્હિસલ' (Whistle) ચૂંટણી પ્રતીક ફાળવ્યું છે. આ નિર્ણય બાદ તમિલનાડુના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Vijay Party TVK Symbol:  વિજયની પ્રથમ પસંદગી 'વ્હિસલ'

TVK ના નેતા સીટીઆર નિર્મલ કુમારે (CTR Nirmal Kumar) જણાવ્યું કે પાર્ટી દ્વારા 10 પ્રતીકોના પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા, જેમાં વિજયે વ્યક્તિગત રીતે 'વ્હિસલ' પ્રતીક પર પસંદગી ઉતારી હતી. રસપ્રદ વાત એ છે કે વિજયની 2024 ની બ્લોકબસ્ટર ફિલ્મ GOAT નું હિટ ગીત "વ્હિસલ પોડુ" (Whistle Podu) પહેલેથી જ લોકપ્રિય છે, જે તેમના રાજકીય પ્રવેશનો સંકેત હોવાનું મનાય છે.

Advertisement

Advertisement

ચૂંટણી પ્રચાર અને આયોજન

પાર્ટીના મુખ્ય સંયોજક કે.એ. સેંગોટાઈયને (K.A. Sengottaiyan) જાહેરાત કરી છે કે 26 જાન્યુઆરીથી રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરવામાં આવશે. પાર્ટીએ તમિલનાડુની તમામ 234 બેઠકો (234 Assembly Constituencies) પર રણનીતિ ઘડવા માટે 12 સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે. વિજય ટૂંક સમયમાં જ મેદાને ઉતરીને જંગી રેલીઓ અને સંપર્ક અભિયાન શરૂ કરશે.

તમિલનાડુમાં કલાકારો અને રાજકારણ

તમિલનાડુના ઈતિહાસમાં એમ.જી. રામચંદ્રન (MGR) અને જે. જયલલિતા (Jayalalithaa) જેવા દિગ્ગજ કલાકારો સફળ મુખ્યમંત્રી બન્યા છે. જોકે, કમલ હાસન (Kamal Haasan) અને વિજયકાંત (Vijayakanth) ને મર્યાદિત સફળતા મળી છે. હવે 'થલપતિ' વિજય આ વારસાને કેવી રીતે આગળ ધપાવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો :  Amruta Fadnavis : "મારા પતિ પિકનિક માટે દાવોસ નથી ગયા", અમૃતા ફડણવીસે સંજય રાઉત પર કર્યા પ્રહાર

Tags :
Advertisement

.

×