Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi: દિલ્હીના એક પાર્કમાંથી મળી યુવકની લાશ, શરીર પર મળી આવ્યા છરીના નિશાન

Delhi: દિલ્હીથી અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેની લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારમાં આવેલા એક પાર્કમાં યુવકની લાશ મળી આવી છે. પાર્ક પડેલી...
delhi  દિલ્હીના એક પાર્કમાંથી મળી યુવકની લાશ  શરીર પર મળી આવ્યા છરીના નિશાન
Advertisement

Delhi: દિલ્હીથી અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેની લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારમાં આવેલા એક પાર્કમાં યુવકની લાશ મળી આવી છે. પાર્ક પડેલી એ લાશ પર ચાકુંના ઘા મારેલા જોવા મળ્યા હતાં. પોલીસે આ મામલે જાણકારી આપી કે, રાહદારીએ આલોક માથુરની લાશને જોઈ હતી. મળતી વિગતો પ્રમાણે મૃતક આલોકની ઉંમર 18 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે લાશને જોયા બાદ રાહદારીએ પોલીસને જાણ કરી હતી.

માથુરની મોત મામલે પોલીસ તપાસ હાથ ધરી

આ કેસ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીં આવેલા રઘુવીર નગરમાં રહેતા માથુરની મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે. તેના માટે એક ટીમ પણ કાર્યવાહીમાં લાગી ગઈ છે અને તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે, માથુર ઉચ્ચ માધ્યમિકનો વિદ્યાર્થી હતો. આ વિદ્યાર્થીના પિતા કપડાને ઇસ્ત્રી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી છે અને આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી છે.

Advertisement

અમેરિકામાં પણ ભારતીય મૂળના વ્યક્તિની હત્યા

ભારતભરમાં અત્યારે દિન-પ્રતિદિન ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પણ હમણાં ભારતીય મૂળ લોકોની હત્યાઓ થઈ રહી છે. વોશિંગ્ટનની એક રેસ્ટોરાંની બહાર ઝઘડો થયા બાદ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવ્યાના અમુક દિવસ બાદ એક ભારતીય અમેરિકી USA નાગરિકનું મોત નીપજ્યું હતું. પોલીસના અહેવાલ અનુસાર વર્જિનિયાના રહેવાશી વિવેક તનેજા 2 ફેબ્રુઆરીએ 2 સિસ્ટર્સ નામની જાપાની રેસ્ટોરાંમા ગયા હતા. ત્યાં એક શંકાસ્પદ વ્યક્તિએ તેને જમીન પર પાડી દીધો અને માથું ફૂટપાથ પર પછાડ્યું હતું. આ મામલો પણ ત્યારે સામે આવ્યો છે જ્યારે અમેરિકામાં USA એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ કે તેમના પર સતત હુમલા થઇ રહ્યા છે. તાજેતરના કેસમાં આ હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ હુમલાખોરનો વીડિયો પણ સામે આવ્યો છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: અમેરિકામાં ભૂકંપના આચંકા, હવાઈ અને કેલિફોર્નિયા ભૂકંપથી હચમચી ગયા

Tags :
Advertisement

.

×