Islamic Character of Pakistan : પાકિસ્તાનના ઈસ્લામિક ચરિત્રની કાળી સચ્ચાઈ, નમાજીઓ સામેની હિંસા 'જેહાદ'!
. Pakistan માં બિનમુસ્લિમો (Non-Muslims) ની વસ્તી 2 ટકાથી પણ ઓછી
. પાકિસ્તાનમાં હિંદુ (Hindu) ઓની સંખ્યા 1 ટકાની આસપાસ
. પાકિસ્તાનમાં શિયા (Shia) મુસ્લિમોની સંખ્યા 4થી 5 કરોડ
. પાકિસ્તાનમાં અહમદિયા (Ahmadia) બંધારણીય રીતે બિનમુસ્લિમ
. ઈસ્લામાબાદમાં નમાજીઓ પર ફિદાઈન એટેકને આંતકીઓએ જેહાદ ગણાવી!
Islamic Character of Pakistan : પાકિસ્તાન (Pakistan) એક વણઉકલ્યો કોયડો છે. આવું એટલા માટે લાગે છે, કારણ કે લડ કાં તો લડનાર દે, આ માનસિકતા પાકિસ્તાનમાં 14 ઓગસ્ટ, 1947ના રોજ એક દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યાની સાથે જ હતી. તેથી જ તો હાલના પાકિસ્તાન અને તત્કાલિન પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિંદુ (Hindu) ઓની ઘણી મોટી વિસ્થાપન પ્રક્રિયા ઈસ્લામિક કટ્ટરપંથી (Islamic Fundamentalists)ઓના મજહબી ઉન્માદને કારણે થઈ હતી.
પાકિસ્તાનમાં આજે હિંદુઓની સંખ્યા માત્ર 1 ટકાની આસપાસ કેટલાક વિસ્તારોમાં જ છે. ભારત (India) સાથે યુદ્ધો-આતંકવાદનો ખેલ, અફઘાનિસ્તાન (Afghanistan) માં અસ્થિરતા અને ઈરાન (Iran) સાથે તણાવ પાકિસ્તાનેતેના જન્મ સાથે જ શરૂ કરી દીધો છે. પાકિસ્તાનમાં અંદર સુન્ની (Sunni) પંથીઓ શિયા (Shia) અને અહમદિયા (Ahmadia) સિવાયના અલગ ફિરકાના મુસ્લિમો (Muslims) ને પણ હવે નિશાન બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે
Islamabad માં શિયા મસ્જિદ પર ફિદાઈન એટેક
હવે પ્રશ્ન થાય કે પાકિસ્તાનમાં તો 98 ટકા મુસ્લિમ છે, છતાં હવે મજહબી ફિરકાપરસ્તી શેની થઈ રહી છે. આ પ્રશ્ન તાજેતરમાં 6 ફેબ્રુઆરી, 2026ના રોજ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની ખાદિજા-તુલ-કુબરા શિયા મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટમાં 36ના મોત અને 160થી વધુ ઘાયલ થયાના સમાચાર સાથે ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આ એક આતંકી ઘટના નહીં, પણ પાકિસ્તાનની ગંભીર બીમારીનું ઉછાળો મારતું લક્ષણ છે.
એક તરફ શિયા બહુમતીવાળા ખાડી દેશ ઈરાન પર અમેરિકાની આક્રમણની શક્યતાઓની ચર્ચાઓ થઈ રહી હતી અને બીજી તરફ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શિયા મુસ્લિમોની જુમ્માની નમાજને નિશાન બનાવીને ફિદાઈન એટેક કરવામાં આવ્યો.
આ પણ વાંચો: Iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી, અસ્થિરતા ભારત માટે હાનિકારક
પાકિસ્તાનમાં Shia મુસ્લિમોનું ટાર્ગેટ કિલિંગ
આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા નવેમ્બર, 2024માં પરાચિનારમાં શિયા જુલૂસ પર હુમલામાં 44 લોકો માર્યા ગયા હતા. માર્ચ, 2022માં પેશાવરની શિયા મસ્જિદમાં વિસ્ફોટથી 60થી વધુના મોત નીપજ્યા હતા.
2015માં શિકારપુરની શિયા મસ્જિદમાં હુમલામાં 61 અને 2013માં બલૂચિસ્તાનના પાટનગર ક્વેટામાં બે મોટા બોમ્બ વિસ્ફોટોમાં 200થી વધુના મોત નીપજ્યા હતા અને આમા જીવ ગુમાવનારા મોટાભાગના શિયા મુસ્લિમ હતા.
પાકિસ્તાનમાં ગત બે દશકાઓમાં 4000થી વધુ શિયા મુસ્લિમ ઈસ્લામના નામે જેહાદી હુમલામાં ટાર્ગેટ કિલિંગનો ભોગ બન્યા છે. પાકિસ્તાનની 24-25 કરોડની વસ્તીમાં 4થી 5 કરોડ શિયા મુસ્લિમ છે.
પાકિસ્તાનમાં શિયા મુસ્લિમનું ટાર્ગેટ કિલિંગ કોઈ સરકારી નિષ્ફળતા નથી, પણ ઝેરીલી માનસિકતાથી ઉપજેલી નફરત અને અસહિષ્ણુતાનું પરિણામ છે.
પાકિસ્તાનને સરહદ પર લડવા માટે ભારત અને અફઘાનિસ્તાન તો ક્યારેક ઈરાન જોઈએ. જ્યારે દેશની અંદર લડવા માટે પાકિસ્તાનીઓને શિયા-અહમદિયા જોઈએ.
હિંદુ-ખ્રિસ્તી-શીખ જેવા બિનમુસ્લિમ સમુદાયો તો તેમના અત્યાચારનો ભોગ બની જ રહ્યા છે અને તેને કારણે આ તમામ બિનમુસ્લિમ સમુદાય 2 ટકાની અંદર પાકિસ્તાનમાં સમેટાઈ ગયા છે.
આ પણ વાંચો: પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?
Pakistan માં Sunni કટ્ટરપંથની અસહિષ્ણુતા
પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બૈક (Tehreek-e-Labbaik) પાકિસ્તાન અને અહલ-એ-સુન્નત-વૉલ-જમાત જેવા સમૂહ ખુલ્લા મંચ પરથી શિયા વિરોધી ભાષણબાજી કરીને ઝેર ફેલાવી રહ્યા છે.
સપ્ટેમ્બર, 2020માં કરાચીમાં હજારો સુન્ની કટ્ટરપંથીઓએ રેલી કાઢીને શિયા મુસ્લિમોને કથિપણે ઈશનિંદક ગણાવીને તેમના ગળા કાપવાની માગણી સાથેના સૂત્રોચ્ચાર કર્યા હતા.
2020મા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પારિત તહફ્ફુજ-એ-બુનિયાદ-એ-ઈસ્લામ કાયદામાં માત્ર સુન્ની દ્રષ્ટિકોણને સાચો અને શિયા સહીતના અન્ય મુસ્લિમ ફિરકાઓના વિચારોને ઈશનિંદા સમકક્ષ ગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Bangladesh માં 5 કરોડ Hindu ઓનો થઈ ચુક્યો છે 'વહીવટ'!, 1947માં 33 %થી 2026માં 8 %
બિનમુસ્લિમ સમુદાયની સાથે બિન-સુન્ની સમુદાયો પણ નિશાને
પાકિસ્તાનમાં બિનમુસ્લિમોની વસ્તી સતત ઘટી રહી છે અને બિનમુસ્લિમ સમુદાયની મહિલાઓ અત્યાચારોનો શિકાર પણ બની રહી છે. અહમદિયાઓને પાકિસ્તાનમાં બંધારણીય રીતે બિનમુસ્લિમ ઘોષિત કરવામાં આવ્યા છે.
ઈસ્લામાબાદમાં શિયા મસ્જિદમાં થયેલા ફિદાઈન એટેક પર જમ્મુ-કાશ્મીરમાં દેખાવકારોએ પણ સવાલ ઉઠાવ્યો છે કે મસ્જિદોમાં નમાજ પઢનારા મુસ્લિમોને મોતને ઘાટ ઉતારવા કેવી રીતે જેહાદ ગણાય?
આ પણ વાંચો: વ્યૂહાત્મક શતરંજ: ચીન સામે ભારત, ભારત સામે પાકિસ્તાન, પાકિસ્તાનને બચવા બાંગ્લાદેશ!
જનરલ ઝીયા ઉલ હકે કરી હતી ઝેરની ખેતી
આ એ જ પાકિસ્તાન છે કે જેના તાનાશાહ જનરલ ઝીયા ઉલ હકે (General Zia Ul Haq)કોલ્ડ વૉરના સમયગાળામાં અમેરિકાના દોરીસંચાર નીચે અફઘાનિસ્તાનની કમ્યુનિસ્ટ સરકારને હટાવવા માટે જેહાદ નામના આઈડિયોલોજિકલ વેપનનો ઈજાદ કરીને ગ્લોબલ જેહાદ (Global Jihad) નેટવર્કને પાકિસ્તાનમાં જાણે કે 'પિયર' પુરું પાડયું હતું. સોવિયત સંઘ અફઘાનિસ્તાન છોડીને જતું રહ્યું અને તેનું વિખંડન પણ થઈ ગયું.
પણ ગ્લોબલ જેહાદ નેટવર્કે પાકિસ્તાનના પાલન-પોષણ અને પ્રાયોજન સાથે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવ્યો અને પાકિસ્તાનમાં પણ સુન્ની મુસ્લિમોની બરેલવી અને દેવબંધી શાખાઓ વચ્ચે પણ વૈમનસ્ય પેદા કર્યું.
સુન્ની મુસ્લિમોના કટ્ટરપંથીઓએ પાકિસ્તાન ઈસ્લામિક રિપબ્લિક નહીં, પણ સુન્ની રિપબ્લિક હોય તેવી રીતે વર્તન અને વ્યવહાર શરૂ કર્યો. જેને કારણે પહેલા બિનમુસ્લિમ હિંદુ-શીખ-ખ્રિસ્તી જેવા સમુદાય આનો ભોગ બન્યા અને પછી અહમદિયા તથા શિયા પંથીઓ મજહબી ઉન્માદનો ડંશ ઝેલી રહ્યા છે. આ જ પાકિસ્તાનની પરિણિતી છે અને પાકિસ્તાનના કથિત ઈસ્લામિક ચરિત્રની સચ્ચાઈ છે.
આ પણ વાંચો: Hindu Holocaust : 150 વર્ષના સૌથી મોટા Hindu Genocide ની વિશ્વને દરકાર નથી !
પાકિસ્તાનમાં ઓળખનું પણ સંકટ
પાકિસ્તાન એક કથિત જેહાદી વિચારધારાનો આંચળો ઓઢનારી પાકિસ્તાની સેનાની કેદમાં રહેલો દેશ છે અને જ્યાં પ્રાદેશિક, પંથિક, ભાષાકીય ઓળખોને દબાવી દેવામાં આવી છે. દેશની જમીનની મૂળ ઓળખને ભૂલાવીને મોહમ્મદ બિન કાસિમ, ગઝનવી, ઘોરી, અબ્દાલી, જેવા વિદેશી આક્રાંતાઓને પોતાના રૉલ મૉડલ બનાવીને સ્થાનિક સમાજને કટ્ટરપંથના ઝેર પાઈને ઘૃણાના માર્ગ પર દોડાવીને આવા હત્યાકાંડો કરાવતા રહે છે અને આ જેહાદી આતંકીઓ પાકિસ્તાન પુરતા મર્યાદીત નથી ભારતથી માંડીને યૂરોપ, અમેરિકા-ઓસ્ટ્રેલિયા સુધીના ઘણાં બધાં આતંકી હુમલાના મૂળમાં છે.
આ પણ વાંચો: Islamabad Blast: શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટમાં 69ના મોત, 169 ઘાયલ


