પેરિસ ઓલિમ્પિકના હીરોને ઘર ગુમાવવાની આવી નોબત
- વિજયગાથા વચ્ચે દર્દ
- મેડલ વિનર કોચને ઘરવિહોણા કરવાની કોશિશ
- સમરેશ જંગને જલ્દી જ ખાલી કરવું પડશે ઘર
- ગોલ્ડફિંગર મળ્યું છે ઉપનામ
Pistol Coach Samaresh Jung : પેરિસ ઓલિમ્પિક 2024 આપણા દેશના નિશાનેબાજો શાનદાર પ્રદર્શન બતાવી રહ્યા છે. અત્યાર સુધી આ ઓલિમ્પિકમાં ભારતને 3 મેડલ મળી ચુક્યા છે જે તમામ શૂટિંગમાં જ મળ્યા છે. ત્યારે સમજી શકાય છે કે, આ ઓલિમ્પિક માટે શૂટિંગમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હશે. એક તરફ જ્યા ભારત શૂટિંગમાં મળેલા મેડલથી ખુશ છે ત્યા બીજી તરફ રાષ્ટ્રીય પિસ્તોલ કોચ સમરેશ જંગની સાથે કઇંક એવું થયું છે કે જેના કારણે તેઓ ઘણા દુઃખી થઇ રહ્યા છે.
પેરિસ ઓલિમ્પિકથી દિલ્હી પરત ફર્યા રાષ્ટ્રીય પિસ્તોલ કોચ
જૂના રાજેન્દ્ર નગરમાં થયેલા અકસ્માત બાદ દિલ્હીમાં ગેરકાયદે બાંધકામો સામેની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. હવે દિલ્હીના સિવિલ લાઇન્સના ખૈબર પાસ વિસ્તારમાં સેંકડો ઘરો પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, બુલડોઝિંગના ભય સામે વિસ્તારના લોકો પણ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે દિલ્હી પ્રશાસન જે ઘર પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરી રહ્યું છે તેમાંથી એક રાષ્ટ્રીય પિસ્તોલ કોચ સમરેશ જંગનું છે. સમરેશ જંગ તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિક 2024થી દિલ્હી પરત ફર્યા છે.
- રાષ્ટ્રીય પિસ્તોલ કોચના ઘર પર ફેરવાશે બુલડોઝર
- પેરિસ ઓલિમ્પિકથી દિલ્હી પરત ફર્યા રાષ્ટ્રીય પિસ્તોલ કોચ
- ઘર ખાલી કરવા મળ્યો 48 કલાકનો સમય#SamreshJang #ParisOlympics2024 #Delhi #Bulldozer #IllegalConstruction #NationalPistolCoach #gujaratFirst— Gujarat First (@GujaratFirst) August 2, 2024
ઘર ખાલી કરવા આપ્યો સમય
પેરિસ ઓલિમ્પિકમાંથી પાછા ફર્યાના કલાકો પછી, સમરેશ જંગને આઘાતજનક સમાચાર મળ્યા કે તેમનો પરિવાર જ્યાં લગભગ 75 વર્ષથી રહેતો હતો તે મકાન ગેરકાયદેસર બાંધકામ હતું. સમરેશ જંગને ઘર ખાલી કરવા માટે માત્ર 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તેણે કહ્યું છે કે, આ એક એવી મિલકત હતી જેના પર અમે છેલ્લા 75 વર્ષથી રહેતા હતા. પિસ્તોલ શૂટર્સે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ત્રણમાંથી બે મેડલ જીત્યા છે જેમાં મનુ ભાકરે વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને સરબજોત સિંહે પણ મિશ્ર ટીમ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભૂતપૂર્વ શૂટર સમરેશ જંગે કોમનવેલ્થ ગેમ્સ 2006 અને 2010માં 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ 'ગોલ્ડફિંગર' ઉપનામ મેળવ્યું હતું.
શું કહ્યું સમરેશ જંગે?
પિસ્તોલ કોચ સમરેશ જંગે સમગ્ર મામલામાં જણાવ્યું કે, જમીન અને માળખું વર્ષ 1978માં શ્રી સિંહને લીઝ પર આપવામાં આવ્યું હતું. ત્યારથી અમે તેમને ભાડું ચૂકવીએ છીએ. પેરિસથી ઘરે પહોંચ્યાના એક કલાક પછી જ તેને આ વિશે ખબર પડી. જંગે કહ્યું કે હું કાયદાથી ઉપર નથી અને જો કાયદો કહેશે તો હું ઘર ખાલી કરી દઈશ. પરંતુ બે દિવસની નોટિસ આપવી એ રસ્તો નથી. ઓછામાં ઓછું અમને ઘર ખાલી કરવા માટે થોડા મહિનાનો સમય આપો. તેણે કહ્યું કે તેની પાસે બીજું ઘર નથી.
આ પણ વાંચો: Paris Olympic 2024 : મેડલની હેટ્રિકથી દૂર રહી PV Sindhu, શું હવે જાહેર કરશે નિવૃત્તિ? જાણો શું કહ્યું...