ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દુલ્હને કહ્યું મારી હલ્દી છે મને જવા દો, પંજાબ પોલીસે કહ્યું મોઢું તો મીઠુ કરાવવું જ પડશે

પંજાબ પોલીસનો એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હનને રોક્યા બાદ તે કંઇક એવું કરતા જોવા મળ્યા જેની ચર્ચા હવે જોરશોરથી છે.
06:07 PM Jan 23, 2025 IST | KRUTARTH JOSHI
પંજાબ પોલીસનો એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હનને રોક્યા બાદ તે કંઇક એવું કરતા જોવા મળ્યા જેની ચર્ચા હવે જોરશોરથી છે.
Punjab Police viral Video

નવી દિલ્હી :  પંજાબ પોલીસ અંગેની તમામ વસ્તુઓ સોશિયલ મીડિયા પર આવતી રહે છે. તેમની કડકાઇ લોકોની વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય બનેલી રહે છે. તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ લોકો અનેક પ્રકારની કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. લોકોને આ વીડિયો ખુબ જ ક્યુટ જોવા મળી રહ્યો છે. પંજાબ પોલીસે એક ગાડીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન મામલે રોક્યા હતા, જો કે અંદર દુલ્હન બેઠેલી હતી. ત્યાર બાદ જે કંઇ પણ થયું તે જોઇને લોકો હૈરાન થઇ ગયા.

હલ્દીની રસમ માટે જઇ રહી હતી આંચલ અરોડા

હલ્દીની રસમ માટે આંચલ અરોડા જઇ રહી હતી. ત્યારે તેને પંજાબ પોલીસે રોક્યા હતા. તેમને લાગ્યું કે, પોલીસ હવે તેમને દંડમી મોટી રકમ લેવાની છે. જો કે પોલીસે જોયું કે, ગાડીમાં દુલ્હન બેઠેલી છે. તો પ્રીવેડિંગ ફંક્શન માટે જઇ રહી છે. પોલીસે આંચલનું ચલણ પણ માફ કરી દીધું અને તેના બદલે એક ખુબ જ સારી ડિમાન્ડ કરી દીધી. એક પોલીસ અધિકારીએ દુલ્હનને કહ્યું કે, મોઢુ મીઠુ કરાવીને જજે. પંજાબ પોલીસનો આ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વ્યવહારની દરેક કોઇ વખાણ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Smartphone: આવી રહ્યો છે ધાંસૂ મોબાઇલ, 6500mAh બેટરી સાથે Realmeનો આ ફોન થશે લૉન્ચ

આંચલ અરોડા ફેશન ઇન્ફ્લુએન્સર છે

અત્રે ઉલ્લેખનીય છે કે, આંચલ અરોડા પંજાબ બેઝ્ડ ફેશન ઇન્ફ્લુએન્સર છે, જેણે આવીડિયો શેર કર્યો છે. વીડિયો સાથે ઉપર કેપ્શનમાં તેમણે લખ્યું કે, જ્યારે તમે વિચાર્યું હોય કે હવે તો ચલણ કપાઇ જશે પરંતુ આ લગ્ન મુબારક હતા.

પંજાબ પોલીસે વીડિયો પર યુઝર્સમાં કરી કોમેન્ટ્સ

મળતી માહિતી અનુસાર પંજાબ પોલીસ આ વીડિયોમાં અત્યાર સુધી 3 મિલિયન લાઇક્સ મળી ચુક્યા છે. લોકો આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરતા દેખાઇ રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ્સ પર લખ્યું કે, જેંડર ઉલટી કરી દોપચી જુઓ કે શું જોવા મળે છે. આ સાથે જ કેટલાક લોકોએ પંજાબ પોલીસના આ પગલાનો વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો : ટ્રમ્પના બર્થ રાઇટ નાગરિકતા કાયદાથી ભારતીય ગર્ભવતી મહિલાઓમાં ડર, સમય પહેલાં બાળકોને જન્મ અપાવવા લાઈન લાગી

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSPunjab News VideoPunjab PolicePunjab Police ChallanPunjab Police Viral Video
Next Article