Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ડૉ. કલામથી પહેલા વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવવાનો હતો પ્લાન, અડવાણી PM બનત: પણ ગેમ પલટાઈ

ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ 2002માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને તે દરમિયાન લાલકૃષ્ણ અડવાણી ભાજપમાં બેહદ મજબૂત સ્થિતિમાં હતા અને તેમને આરએસએસનું સમર્થન પણ અટલ બિહારી વાજપેયીની સરખામણીએ વધારે હતું. આના કારણે વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવીને અડવાણીને પીએમ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રસ્તાવને ફગાવી દેવાયો હતો. અટલ સ્મરણ પુસ્તકમાં કરાયો છે મોટો દાવો
ડૉ  કલામથી પહેલા વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવવાનો હતો પ્લાન  અડવાણી pm બનત  પણ ગેમ પલટાઈ
Advertisement

. વાજપેયી સરકારના મીડિયા સલાહકાર રહેલા અશોક ટંડનનો દાવો

. ટંડને પોતાના પુસ્તક અટલ સ્મરણમાં કર્યો છે મોટો દાવો

Advertisement

. ડૉ. કલામ પહેલા જ ATALJI ને રાષ્ટ્રપતિ બનાવવાનો હતો પ્લાન!

Advertisement

નવી દિલ્હી: ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવતા પહેલા અટલ બિહારી વાજપેયી (ATAL BIHARI VAJPAI) ના નામ પર પણ વિચારણા થઈ હતી. પાર્ટી સ્તર પર આ ચર્ચા થઈ હતી કે પ્રવર્તમાન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કેમ બનાવવામાં આવે નહીં અને તેમના સ્થાને વડાપ્રધાન પદ પર લાલકૃષ્ણ અડવાણીને આસિન કરવામાં આવે. અબ્દુલ કલામ2002માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને તે દરમિયાન લાલકૃષ્ણ અડવાણી ભાજપમાં બેહદ મજબૂત સ્થિતિમાં હતા અને તેમને રા. સ્વ. સંઘનું સમર્થનપણ અટલ બિહારી વાજપેયીની સરખામણીએ ત્યારે વધારે હતું. આ કારણ હતું કે અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ તેને ફગાવી દેવામાં આવ્યો હતો.

વાજપેયી (ATAL BIHARI VAJPAI) ની શું હતી દલીલ?

વાજપેયીએ દલીલ આપી હતી કે આનાથી ખોટી પરંપરા શરૂ થઈ જશે. ATAL BIHARI VAJPAI ના મીડિયા સલાહકાર રહેલા અશોક ટંડને પોતાના પુસ્તક અટલ સ્મરણમાં આ દાવો કર્યો છે. અબ્દુલ કલામને 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમની ચૂંટણી રસપ્રદ વાત એ હતી કે સત્તાધારી એનડીએની સાથે જ વિપક્ષી દળોએ પણ તેમના નામનું સમર્થન કર્યું હતું અને તેઓ 2007 સુધી આ પદ પર રહ્યા હતા. અશોક ટંડન લખે છે કે જ્યારે અટલજી સામે રાષ્ટ્રપતિ બનવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, તો તેને તેમણે સદંતર ફગાવી દીધો હતો. તેઓ 1998થી 2004 સુધી વડાપ્રધાન રહ્યા હતા.

ઘણાં પક્ષો સાથે મળીને ગઠબંધન સરકાર અટલ બિહારી વાજપેયીએ ચલાવી હતી. તેમને ગઠબંધન રાજનીતિમાં એક સફળ સરકાર ચલાવવાનો શ્રેય હજીપણ આપવામાં આવે છે. અશોક ટંડન લખે છે કે અટલ બિહારી વાજપેયી આવા કોઈ પ્રસ્તાવ માટે તૈયાર ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેઓ એક લોકપ્રિય વડાપ્રધાન છે. આવી સ્થિતિમાં તેમનું રાષ્ટ્રપતિ બનવું ભારતીય લોકશાહી માટે સારી પરંપરા સ્થાપિત નહીં કરે. આ ઘણું ખોટું હશે અને તે આવા કોઈપણ પગલાનું સમર્થન કરનારા આખરી વ્યક્તિ હશે. તેના પછી વાજપેયીએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની ગતિ વધારી દીધી. તેમણે કૉંગ્રેસનો સંપર્ક કર્યો અને સર્વસંમતિ બનાવીને ડૉ. કલામને રાષ્ટ્રપતિ પદે ચૂંટાવ્યા હતા.

સોનિયા ગાંધી પણ આવો પ્રસ્તાવ મળવાથી થયા હતા આશ્ચર્યચકિત

અશોક ટંડન લખે છે કે મને યાદ છે કે સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને ડૉ. મનમોહનસિંહ તેમને મળવા માટે આવ્યા હતા. આ દરમિયાન પહેલીવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યુ હતુ કે એનડીએ તરફથી અબ્દુલ કલામના નામનો પ્રસ્તાવ રાખવામાં આવશે. આ મીટિંગમાં ડૉ. કલામન નામના ઉલ્લેખ સાથે જ સન્નાટો છવાયો હતો. આ સન્નાટો સોનિયા ગાંધીએ જ તોડયો હતો અને તેમણે કહ્યું હતું કે અમે લોકો કલામનું નામ સાંભળીને હેરાન છીએ. અમારી પાસે તેમનું સમર્થન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમે આ વાત પર વાત કરીશું અને પછી નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: Hindu Rate of Growth: નેહરુજીની સમાજવાદી જીદે ભારતને આર્થિક રીતે પછાત રાખ્યું

Tags :
Advertisement

.

×