ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indonesiaના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનશે !

Republic Day ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ Republic Day મુખ્ય આતિથીની સતાવર જાહેરાત કરાઇ નથી ગણતંત્ર પર વિશ્વના નેતાઓને આમંત્રણ આપ્યા Republic Day 2025:ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો (indonesian president prabowo subianto) આ વખતે મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની (Republic...
11:08 AM Jan 12, 2025 IST | Hiren Dave
Republic Day ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ Republic Day મુખ્ય આતિથીની સતાવર જાહેરાત કરાઇ નથી ગણતંત્ર પર વિશ્વના નેતાઓને આમંત્રણ આપ્યા Republic Day 2025:ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો (indonesian president prabowo subianto) આ વખતે મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની (Republic...
indonesian president prabowo subianto

Republic Day 2025:ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો (indonesian president prabowo subianto) આ વખતે મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણીમાં હાજરી આપશે.મળતી માહિતી મુજબ સુબિયાન્ટો ભારતની મુલાકાત પછી તરત જ પાકિસ્તાન નહીં જાય.વાસ્તવમાં ભારતે આ મુદ્દો ઈન્ડોનેશિયા સમક્ષ ઉઠાવ્યો હતો.

ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિની ઔપચારિક જાહેરાત કરી નથી

જો કે ભારતે હજુ સુધી આ વર્ષના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિની (chief guest)ઔપચારિક જાહેરાત કરી નથી. સુબિયાન્ટોની હાજરી આ વખતના ગણતંત્ર દિવસને વધુ ખાસ બનાવશે. ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશ્યથી તેમની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ  વાંચો- સ્પેસમાં 'હેન્ડશેક' કરશે SpaDeX હેઠળ બે વાહનો,ISRO રચશે ઈતિહાસ

ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિશ્વના નેતાઓને આમંત્રણ આપ્યા

ભારત દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે વિશ્વના નેતાઓને આમંત્રણ આપે છે. ગયા વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા, જ્યારે 2023 માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ આ પ્રસંગે હાજરી આપી હતી. COVID-19 રોગચાળાને કારણે 2021 અને 2022 માં પ્રજાસત્તાક દિવસ પર કોઈ મુખ્ય અતિથિ નહોતા. જ્યારે 2020માં બ્રાઝિલના તત્કાલિન રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, 2019માં દક્ષિણ આફ્રિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને 2018માં આસિયાન દેશોના તમામ 10 નેતાઓએ સમારોહમાં ભાગ લીધો હતો.

આ પણ  વાંચો- Weather Forecast : ઉત્તર ભારતમાં હિમવર્ષા-વરસાદથી ઠંડીનો ચમકારો! જાણો હવામાન વિભાગની આગાહી

બરાક ઓબામાનો કાર્યક્રમમાં હાજરી અપાશે

પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા અન્ય અગ્રણી નેતાઓમાં 2017માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, 2016માં ફ્રાંસના તત્કાલીન પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાંદે અને 2015માં યુએસ પ્રમુખ બરાક ઓબામાનો સમાવેશ થાય છે.

1993માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા રાજ્ય અને સરકારના વડાઓમાં નિકોલસ સરકોઝી,વ્લાદિમીર પુતિન,નેલ્સન મંડેલા,જ્હોન મેજર, મોહમ્મદ ખટામી અને જેક શિરાકનો સમાવેશ થાય છે.1993માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યારે નેલ્સન મંડેલાએ હાજરી આપી હતી. 1995 અને 2010માં દક્ષિણ કોરિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ લી મ્યુંગ બાક.

Tags :
Gujarat FirstHiren daveindia indonesia relationsindonesian president prabowo subiantoPakistanpm narendra modirepublic day 2025Republic day 2025 chief guest
Next Article