ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bareilly: ઉત્તર પ્રદેશના બરેલીમાં માહોલ બગડ્યો! પથ્થરમારામાં અનેક ઘાયલ, પ્રશાસન હરકતમાં

Bareilly: ઉત્તરાખંડ બાદ હવે ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે શ્યામગંજ બજારમાં પથ્થરમારીની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે શહેરના પુલ નીચે આવેલ દુકાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. વિગતો મળી રહી...
07:15 PM Feb 09, 2024 IST | VIMAL PRAJAPATI
Bareilly: ઉત્તરાખંડ બાદ હવે ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે શ્યામગંજ બજારમાં પથ્થરમારીની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે શહેરના પુલ નીચે આવેલ દુકાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. વિગતો મળી રહી...
Bareilly

Bareilly: ઉત્તરાખંડ બાદ હવે ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે શ્યામગંજ બજારમાં પથ્થરમારીની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે શહેરના પુલ નીચે આવેલ દુકાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. વિગતો મળી રહી છે કે, જ્યારે લોકોએ સૂત્રોચ્ચારનો વિરોધ કર્યો ત્યારે બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કારણે અનેક લોકો ઘાયલ થયા છે.

બરેલીના બારાબદી પોલીસ સ્ટેશન વિસ્તારના શ્યામગંજ બજારમાં આ ઉપદ્રવ થયો હતો. અહીં નારાબાજી સાથે અહીં પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં અનેક લોકોને ઈજા પણ થઈ હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, દુકાનદારો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે બરેલીમાં જ્ઞાનવાપી પર ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ, બરેલી શરીફ વડા મૌલાના તૌકીર રઝાએ 'જેલ ભરો'નું આહ્વવાન કર્યું હતું.

આ મામલે વિગતો આપતા જિલ્લા અધિકારી રવીન્દ્ર કુમારે કહ્યું કે, ‘હું લોકોને અપીલ કરૂ છું કે પોતાના ઘરમાં રહે. જો આવી કોઈ અન્ય ઘટના બને છે તો તે બાબતે વધારે માહોલ બગાડવો ના જોઈએ જેથી કાનૂની વ્યવસ્થા બગડે. જો તમારા ઘરની આસપાસ કોઈ ગરબડ હોય, તો સંભવ છે કે તમારા પરિવારના સભ્યોને પણ અસર થઈ શકે. ફરજ બજાવતા મેજીસ્ટ્રેટ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ધર્મગુરુઓ દ્વારા લોકોને શાંતિ જાળવવા સતત અપીલ કરવામાં આવી હતી.’

એક સમાચાર એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે બરેલીમાં ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ, બરેલી પ્રમુખ મૌલાના તૌકીર રજાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. તેમણે જ્ઞાનવાપી મામલે ‘જેલ ભરો’નું આંદોલન કર્યું હતું. અત્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં માહોલ હદ કરતા વધારે બગડી ગયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Pakistan National Assembly: પાકિસ્તાનની સંસદ, સીટો અને સદનની સંપૂર્ણ માહિતી

Tags :
BareillyBareilly newsGyanvapiGyanvapi Casegyanvapi mandir caseUPUTTAR PRADESH NEWSUttar PradeshUttar Pradesh news
Next Article