Indian Navy ની તાકાત હવે બમણી વધશે, INS અરનાલાથી ડરશે દુશ્મનો
- Indian Navyની તાકાત હવે બમણી વધશે
- INS અરનાલાથી ડરશે દુશ્મનો
- INS અરનાલા સામેલ કરવામાં આવ્યું
- ભારતના CDS જનરલ અનિલ ચૌહાણ રહ્યા હાજર
Indian Navy : ઓપરેશન સિંદુર પછી દુશ્મન દેશ સાથે આખી દુનિયાએ ભારતીય સેનાની તાકાતને ઓળખી લીધી છે. આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ ભારત દેશ યુદ્ધના દરેક પગલે જીતવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હવે ભારતીય નૌકાદળ (indian navy)તરફથી એક ખુબજ સારા સમાચાર મળી રહ્યા છે.
NS અરનાલા ભારતીય નૌકાદળમાં
ભારતીય નૌકાદળમાં એક નવી શક્તિનો ઉમેરો થયો છે. જેનાથી હવે ભારતીય નૌકાદળમાં એક અનેરો ઉત્સાહ અને જુસ્સો દેખાઈ રહ્યો છે. ભારતીય નૌકાદળમાં એક એવી શક્તિ ઉમેરાઈ છે જેના નામ માત્રથી દુશ્મનો ધ્રૂજવા લાગ્યા છે. વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના કાફલામાં INS અરનાલા (INS ARNALA)સામેલ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતના CDS જનરલ અનિલ ચૌહાણ પણ હાજર હતા.
આ પણ વાંચો -Raja Raghuvanshi case :કોણ છે સંજય વર્મા જેની સાથે સોનમે કરી વાત?
દુશ્મનોનો કાળ છે INS અરનાલા
આજે આખું વિશ્વ માની રહ્યું છે કે ભારતીય સેના સૌથી શક્તિશાળી સેનાની યાદીમાં આવે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખ યુદ્ધમાં સારા સારા દુશ્મનોને ભોંય ભેગા કરવાની તાકાત ધરાવે છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ ભારતીય નૌકાદળમાં 18 જૂનના રોજ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ 'INS અરનાલા'ને તેના સામેલ કરવામાં આવ્યું છે. વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત આ સમારોહમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ હાજર હતા. INS અરનાલાને દુશ્મન દેશોની સબમરીનનું મોત પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો -દિલ્હી-NCR માં ભારે વરસાદે તબાહી મચાવી... રસ્તાઓ પર પાણી ભરાયા
આ કિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે
INS અરનાલા આવું નામ રાખવા પાછળનું પણ એક મહત્વ પૂર્ણ કારણ છે. આ નામ ભારતના વિશાળ દરિયાઈ વારસાને ઉજાગર કરે છે. આઈએનએસ અરનાલા યુદ્ધ જહાજનું નામ મહારાષ્ટ્રના વસઈમાં આવેલા એક ઐતિહાસિક અરનાલા કિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા માટે વિશ્વ વિખ્યાત છે. INS અર્નાલા દરિયામાં વિવિધ ખતરાઓ સામે મજબૂત કિલ્લાની જેમ પોતાની હાજરી દર્શાવશે. આઈએનએસઅર્નાલા મજબૂત બાંધકામ અને અદ્યતન તેજનોલૉજીથી સજ્જ છે જે દરિયાઈ ક્ષેત્રમાં આવતા પડકારોનો સામનો કરીને ભારતનું રક્ષણ કરશે.