મહારાષ્ટ્રમાં હશે 3 મુખ્યમંત્રી! સવારે 7 વાગ્યે પવાર, બપોરે 12 વાગ્યે ફડણવીસ, રાત્રે શિંદે
- મહારાષ્ટ્રમાં ત્રણ મુખ્યમંત્રી રહેશે તેવી ફડણવીસની જાહેરાત
- જો કે સંવૈધાનિક રીતે શક્ય નથી પરંતુ તેઓએ સાથીના વિશ્વાસ માટે વાત કરી
- ત્રણેય પક્ષો એક સમાન જ શક્તિશાળી છે તેવું દર્શાવવા માટે ઔપચારિક નિવેદન
મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને ઉપમુખ્યમંત્રી અજિત પવારને મુખ્યમંત્રી બનવાની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે, તમને પરમેનેન્ટ ડેપ્યુટી સીએમ કહેવામાં આવે છે. જો કે મારી શુભકામનાઓ તમારી સાથે છે. તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો. ફડણવીસે ગુરૂવારે કહ્યું કે, ઉપમુખ્યમંત્રી અજિત પવાર તથા એકનાથ શિંદે 24 કલાક સાતેય દિવસ કામ કરશે.
આ પણ વાંચો : લવ જેહાદ! 20 કરોડ રૂપિયા માટે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભપાત કરાવ્યો
પવાર વહેલી સવારે ઉઠે છે અને શિંદે મોડી રાત્રે જાગે છે
અજિત પવાર સવારની શિફ્ટમાં કરશે કારણ કે તેઓ વહેલી સવારે ઉઠવાવાળા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ પોતે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કામ કરશે. મોડી રાત્રે કામ કરવા માટે જાણીતા શિંદેનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું કે, અજિત પવાર સવારે કામ કરશે તેઓ વહેલા ઉઠી જાય છે. હું બપોરે 12 વાગ્યાથી અડધી રાત સુધી કામ કરીશ. જ્યારે આખીરાત કોણ કામ કરશે તેના અંગે તો બધા જાણે જ છે તેમ કહી તેમણે શિંદે તરફ જોઇને હસ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંવૈધાનિક રીતે આ શક્ય નથી. પરંતુ હાલમાં ગઠબંધન સરકાર ચાલી રહી છે તેમાં કોઇ વધારે પાવર ફુલ છે કે કોઇ નબળું તેવું સાબિત ન થાય તે માટે તેઓ ઔપચારિક રીતે વાતચીત કરી રહ્યા હતા. જો કે સંવૈધાનિક રીતે આ શક્ય નથી પરંતુ તમામ પક્ષોમાં કોઇને છેતરાયા હોવાનો અનુભવ ન થાય તે માટે આ પાવર શેરિંગ ફોર્મ્યુલાની વાત કરી હતી.
અજિત પવારની રાજનીતિક મહત્વકાંક્ષા
નાગપુરમાં હાલના શીતકાલીન સત્ર દરમિયાન રાજ્ય વિધાનમંડળના બંન્ને સદનોમાં રાજ્યપાલના સંયુક્ત અભિભાષણ માટે ધન્યવાદ પ્રસ્તાવ અંગે વિધાનસભામાં થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. અજિત પવારે 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે છઠ્ઠીવાર શપથગ્રહણ કર્યા હતા. તેઓ લાંબા સમયથી મુખ્યમંત્રી બનવા ઇચ્છુક છે. 2023 માં એનસીપીમાં વિભાજન કરી તેમણે ભાજપના નેતૃત્વની મહાયુતી ગઠબંધનમાં જોડાઇને રાજનીતિક હલચલ મચાવી દીધી હતી. તેમના જુથે કાયદાના વિવાદ બાદ એનસીપીનું નામ અને ઘડિયાળનું ચિન્હ પણ છિનવી લીધું હતું.
આ પણ વાંચો : Delhi : ધક્કામાર પોલિટિક્સમાં નવો વળાંક, રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ