ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajasthan માં પડશે ભયાનક બરફ! શાળાઓમાં 4 દિવસની રજા જાહેર

Rajasthan School Closed: રાજસ્થાનનમાં ભીષણ ઠંડીની ચેતવણી સાથે 15 જિલ્લાઓમાં સોમવારથી જ શાળા બંધ છે. ઠંડીના કારણે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની રજા 4 દિવસ સુધી વધારી દેવામાં આવી છે.
08:53 AM Jan 14, 2025 IST | KRUTARTH JOSHI
Rajasthan School Closed: રાજસ્થાનનમાં ભીષણ ઠંડીની ચેતવણી સાથે 15 જિલ્લાઓમાં સોમવારથી જ શાળા બંધ છે. ઠંડીના કારણે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની રજા 4 દિવસ સુધી વધારી દેવામાં આવી છે.
Snow fall in Rajasthan

Rajasthan School Closed: રાજસ્થાનનમાં ભીષણ ઠંડીની ચેતવણી સાથે 15 જિલ્લાઓમાં સોમવારથી જ શાળા બંધ છે. ઠંડીના કારણે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની રજા 4 દિવસ સુધી વધારી દેવામાં આવી છે.

1થી8 ધોરણના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર

Rajasthan માં શીતલહેરના પ્રકોપ વચ્ચે રાજ્ય સરકારે જયપુર સહિત 25 જિલ્લાઓમાં આઠ સુધીના વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દીધી છે. સોમવારે જયપુર, સીકરા, કોટા, ટોંક, દૌસા, બાડમેર, બાલોતરા, ઝુંઝુનુ અને જેસલમેરમાં આ કક્ષાઓના વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી. તેના ઉપરાંત 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના અવસર પર તમામ શાળાઓ બંધ રહેશે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે, જાણો તેમના દિવસભરના કાર્યક્રમ વિશે

રાજધાની સહિત અનેક જિલ્લાઓમાં રજાની જાહેરાત

સરકારી આદેશ અનુસાર રાજધાની જયપુરની સાથે સાથે નાગાર, ડોગ, રાજસમદ, ભરતપુર, ભાલવાડા, બારાં, ડીડવાના કુચામન, અજમેર, કોટા, ઝ્ઝુંનુ, દૌસા, ઝાલાવાડ, ટોંક, જાલોર, સવાઇ માધોપુર, ધોલપુર, સીકર, પાલી, જેસલમેર, બ્યાવર, કોટપુતલી બહરોડ, બાડમેર, બાલોતરા અને ખૈરથલ-તિજરા જિલ્લામાં શાળાઓની રજા વધારી દેવામાં આવી છે.

રાજસ્થાનમાં 15 જિલ્લાઓ માટે યલો એલર્ટ

રાજસ્થાનમાં 15 જાન્યુઆરીએ વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. બીકાનેર, જયપુર, અજમેર, ભરતપુર અને કોટા જિલ્લાના 18 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાદળ છવાયેલા રહેશે. વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે ધુમ્મસ સાથે સોમવારે પણ શાળાઓ બંધ છે. ભયાનક ઠંડીના કારણે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે રજા ચાર દિવસ સુધી વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Maha Kumbh : 20 દેશોના 100 વિદેશી સંતો અને મહામંડલેશ્વરો કરશે અમૃત સ્નાન

મોડી રાત્રે કલેક્ટર દ્વાર રજા જાહેર કરાઇ

સવાઇ માધોપુરમાં ધોરણ એકથી આઠ સુધીના વિદ્યાર્થીઓને 13 થી 16 જાન્યુઆરી સુધી રજા જાહેર કરવામાં આવી છે. આ પ્રકારે રાજસમંદ બ્યાવર, પાલી, જાલોર, ભરતપુર, ડીગ અને ખૈરથલ તિજારા જિલ્લામાં 13 અને 14 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. અજમેર જિલ્લા કલેક્ટરે 12 જાન્યુઆરીએ મોડી રાતે એક વાગ્યે આદેશ બહાર પાડીને 13 અને 14 તારીખ માટેની રજા જાહેર કરી દીધી હતી.

આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણમાં ભયાનક અકસ્માત, 100 કામદારોના મોત!

Tags :
14 January Rajasthan WeatherGujarat FirstGUJARAT FIRST NEWSRajasthan Firstrajasthan newsRajasthan schoolRajasthan school closedRajasthan school Newsrajasthan weatherRajasthan Weather News
Next Article