India Diplomacy: દરેક જૂથમાં મુસ્લિમ ચહેરો, 33 દેશોનો પ્રવાસ...સાંસદોના આ 7 પ્રતિનિધિમંડળ વિદેશમાં પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
- કેન્દ્ર સરકારે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના કરી
- 7 પ્રતિનિધિમંડળ વિદેશમાં પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
- આરબ દેશોની મુલાકાત લેનારા જૂથમાં ઓવૈસીનું નામ મુખ્ય
All Party Delegation: પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના કરી છે, જેને સાત જૂથોમાં વહેંચવામાં આવી છે. આ જૂથમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરથી લઈને AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સુધીના દરેકનો સમાવેશ થાય છે. આરબ દેશોની મુલાકાત લેનારા જૂથમાં અસદુદ્દીન ઓવૈસીનું નામ મુખ્ય રીતે સામેલ છે. જ્યારે શશિ થરૂર અને શિવસેના સાંસદ મિલિંદ દેવરા અમેરિકા અને કોલંબિયા જેવા દેશોના પ્રવાસે જશે.
આ સાત પ્રતિનિધિમંડળના સભ્યોમાં શાસક NDA ગઠબંધનના 31 સાંસદો અને વિરોધ પક્ષોના 20 સાંસદો અને ભૂતપૂર્વ પ્રધાનોનો સમાવેશ થાય છે. દરેક પ્રતિનિધિમંડળમાં સાત કે આઠ સભ્યો છે અને ઓછામાં ઓછા એક વિદેશ સેવા અધિકારી તેમની સહાય માટે જોડાયેલા છે. બધા પ્રતિનિધિમંડળોમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પ્રતિનિધિ છે, પછી ભલે તે રાજકારણી હોય કે રાજદ્વારી. કોંગ્રેસ દ્વારા સૂચવવામાં આવેલા ચાર નામોમાંથી, પ્રતિનિધિઓની યાદીમાં ફક્ત આનંદ શર્માનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. બાકીના ત્રણ નામો - ગૌરવ ગોગોઈ, સૈયદ નસીર હુસૈન અને અમરિંદર સિંહ રાજા વારિંગ - ને યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી.
બૈજયંત પાડાના નેતૃત્વમાં 7 નેતાઓ સામેલ
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રથમ જૂથમાં ભાજપના સાંસદ બૈજયંત પાડાના નેતૃત્વમાં 7 નેતાઓ સામેલ હશે જેઓ સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જીરિયાની મુલાકાત લેશે. જેમાં બીજેપી સાંસદ નિશિકાંત દુબે, અસદુદ્દીન ઓવૈસી, સતનામ સિંહ સંધુ, ગુલામ નબી આઝાદ, એસ ફાંગનોન, કોન્યક, રેખા શર્માનો સમાવેશ થાય છે.
રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સાંસદો UK અને યુરોપની મુલાકાત લેશે
બીજા જૂથમાં, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં નેતાઓ UK, ફ્રાન્સ, જર્મની, યુરોપ, ઇટાલી અને ડેનમાર્કની મુલાકાત લેશે. તેમાં TDP સાંસદ ડી પુંડેશ્વરી, શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, ગુલામ અલી ખટાના, અમર સિંહ, સમિક ભટ્ટાચાર્ય અને એમજે અકબરનો સમાવેશ થશે.
JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ ત્રીજું જૂથ ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા, જાપાન અને સિંગાપોર જશે. જેમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી, યુસુફ પઠાણ, બ્રિજલાલ, સીપીઆઈ સાંસદ જોન બ્રિટાસ અને સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Mohan Bhagwat : પાકિસ્તાનને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
ચોથું જૂથ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં UAE જશે
શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં ચોથું જૂથ UAE, લાઇબેરિયા, રિપબ્લિક ઓફ કોંગો જશે. જેમાં BJP સાંસદ બાંસુરી સ્વરાજ, ઇટી મોહમ્મદ બશીર, અતુલ ગર્ગ, સંબિત પાત્રા, મનન મિશ્રા અને પૂર્વ સાંસદ એસએસ અહલુવાલિયાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં પાંચમું જૂથ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે. જેમાં LJP સાંસદ શાંભવી, સરફરાઝ અહેમદ, સાંસદ હરીશ બાલયોગી, શશાંક મણિ ત્રિપાઠી, શિવસેના સાંસદ મિલિંદ દેવરા અને BJP સાંસદ તેજસ્વી સૂર્યા સામેલ હશે.
કનિમોઝી છઠ્ઠા જૂથનું નેતૃત્વ કરશે
આમાં સામેલ નેતાઓ સપાના સાંસદ રાજીવ રાય, સાંસદ મિયાં અલ્તાફ અહેમદ, કેપ્ટન બ્રજેશ ચૌટા, અશોક કુમાર મિત્તલ સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયાની મુલાકાત લેશે. સાંસદ સુપ્રિયા સુલેની આગેવાની હેઠળ સાતમું જૂથ ઈજિપ્ત, કતાર, ઈથોપિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે. આ જૂથમાં બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી, અનુરાગ ઠાકુર અને આનંદ શર્માનો સમાવેશ થશે.
કિરેન રિજિજુએ ટ્વીટ કર્યું
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કર્યું, "7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં #OperationSindoor હેઠળ મુખ્ય દેશો સાથે વાતચીત કરશે, જે આતંકવાદ સામેના આપણા સામૂહિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. આ સંયુક્ત મોરચાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો અને પ્રતિનિધિમંડળોની યાદી અહીં છે."
આ પણ વાંચો : Operation Sindoor ને કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જશે, જાણો આખો પ્લાન