Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એકતાનો પ્રતીક છે આ તહેવાર...' PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા

PM Modiએ દેશ વાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી દેશવાસીઓમાં એકતાનો રંગ પણ વધુ ગાઢ બનાવે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર એલર્ટ PM Modi : રંગોનો તહેવાર હોળી(holi)ને ધૂમધામથી ઉજવવા માટે આખો દેશ તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(pm modi wishes...
એકતાનો પ્રતીક છે આ તહેવાર     pm મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા
Advertisement
  • PM Modiએ દેશ વાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી
  • દેશવાસીઓમાં એકતાનો રંગ પણ વધુ ગાઢ બનાવે
  • કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર એલર્ટ

PM Modi : રંગોનો તહેવાર હોળી(holi)ને ધૂમધામથી ઉજવવા માટે આખો દેશ તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(pm modi wishes holi)એ ગુરુવારે દેશવાસીઓને હોળીની હાર્દિક શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે તમને બધાને હોળીની શુભકામનાઓ. આશા છે કે આનંદ અને ઉલ્લાસથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે અને દેશવાસીઓમાં એકતાનો રંગ પણ વધુ ગાઢ બનાવે. હોળીના મોકા પર દેશભરમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Delhi : હોળી પહેલા જ વરસાદ, ભારે પવન સાથે બરફના પડ્યા કરા

Advertisement

25 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત

દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 25 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે. આની મદદ મટે અર્ધસૈનિક દળ પણ હાજર રહેશે. રાષ્ટ્રીય રાજધાનીના 300થી વધારે સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યાં પોલીસ અને સુરક્ષા એજન્સી સતત દેખરેખમાં છે. ડ્રોન અને CCTV કેમેરાના માધ્યમે આ સ્થળો પર દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ  વાંચો -ISRO નું SpaDeX મિશન સફળ, Bharat વિશ્વનો ચોથો દેશ બન્યો

વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી

દિલ્હી પોલીસનું કહેવું છે કે આ વખતે હોળીના દિવસે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા પર કોઈ પણ અફવા ફેલાવવાથી બચવાની સલાહ પણ આપી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ અને વહીવટીતંત્રે સુરક્ષા ઉપાયો મજબૂત કર્યા છે અને કોઈ પણ સ્થિતિને પહોંચીવળવા માટે તૈયાર છે. વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેમણે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં તહેવારનો આનંદ માણવો જોઈએ અને કોઈપણ પ્રકારની અરાજકતા ટાળવી જોઈએ.

Tags :
Advertisement

.

×