'જેમના સિંદૂર છીનવાઈ ગયા, તેમનામાં બહાદુરીની ભાવના નથી...', BJP સાંસદની ટિપ્પણી પર હોબાળો
પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો. આ હુમલામાં એવા ઘણા લોકો હતા જેમણે થોડા દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા. હવે આ સંવેદનશીલ મુદ્દા પર ભાજપના સાંસદે વાંધાજનક ટિપ્પણી કરી છે.
Advertisement
- BJP સાંસદ રામચંદ્ર જાંગરાએ વાંધાજનક નિવેદન આપ્યું
- રામચંદ્ર જાંગરાના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો
- આ ખૂબ જ ઘૃણાસ્પદ ટિપ્પણી છે- દીપેન્દ્ર હુડ્ડા
BJP MP Controversy: તાજેતરના પહેલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં 'ઓપરેશન સિંદૂર'ને લઈને ઘણી એકતા જોવા મળી રહી છે, પરંતુ આ દરમિયાન કેટલાક રાજકારણીઓના નિવેદનો વિવાદનું કારણ બની રહ્યા છે. હરિયાણાના ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ એવું નિવેદન આપ્યું છે જેનાથી લોકો ચોંકી ઉઠ્યા છે. તેમણે કહ્યું કે આ હુમલામાં જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તેમનામાં બહાદુરીની ભાવના નહોતી. તેમનું માનવું છે કે જો મહિલાઓએ આતંકવાદીઓ સામે લડત આપી હોત તો નુકસાન ઓછું થાત. આ ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તેને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અસંવેદનશીલ ગણાવવામાં આવી રહી છે.

