Jaipur ના સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
- માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
- સ્ટેડિયમ પરિસરમાં હડકંપ મચી ગયો
- મેઈલ મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી
Jaipur Stadium Threat: રાજસ્થાનની રાજધાની જયપુરના પ્રખ્યાત સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈ-મેઈલ આજે સવારે મળ્યો છે. આ ધમકીભર્યો મેઈલ સ્પોર્ટ્સ કાઉન્સિલના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવ્યો હતો, જેના કારણે સ્ટેડિયમ પરિસરમાં હડકંપ મચી ગયો હતો.
સ્ટેડિયમને ખાલી કરાવી દેવાયું
જયપુર પોલીસના એડિશનલ એસપી લલિત શર્માએ જણાવ્યું કે, "આ ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્ટેડિયમને ખાલી કરાવી દેવાયું છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી બચવા લોકોને અપીલ કરવામાં આવે છે.
આ પણ વાંચો : 'શું અમેરિકાના દબાણમાં નીતિ બદલાઈ?', કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે સરકારને પૂછ્યો સવાલ
સાયબર ફોરેન્સિક ટીમ કામે લાગી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોમ્બ નિરોધક દળ દ્વારા સ્ટેડિયમના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, ધમકીભર્યો મેઈલ મોકલનારની ઓળખ અને તેના ઈરાદાઓ જાણવા સાયબર ફોરેન્સિક ટીમ પણ કામે લાગી છે.
#WATCH | Rajasthan | A bomb threat mail was received at Sawai Mansingh Stadium in Jaipur today
Additional SP Lalit Sharma says, "The mail was sent to the official email ID of the Sports Council. Acting on this, the stadium was vacated. The Bomb Disposal Squad, with the help of… pic.twitter.com/pe0OYuEkLB
— ANI (@ANI) May 12, 2025
આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવાયું છે. હાલમાં, તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો : India-Pakistan War : ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ છે - સંબિત પાત્રા