નોએડાની અનેક મોટી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, અફડા તફડીનો માહોલ
નોએડા: અનેક પ્રખ્યાત શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલા ઇ-મેઇલ મળવાના કારણે હડકંપ મચી ગયો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
દિલ્હીના નજીકના યુપીના નોએડામાં અનેક ખ્યાતનામ શાળાને ધમકી ભરેલો ઇમેઇલ મળ્યા છે. ઇમેઇલમાં શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેમાં હેરિટેજ સ્કુલ અને મયુર સ્કુલના નામનો સમાવેશ થાય છે. શાલામાં બાળકોના પેરેન્ટ્સને ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો અને તમામ બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.
1 મહિના પહેલા રાત્રે 12 વાગ્યે આવ્યો હતો શાળાને મેઇલ
અગાઉ ડિસેમ્બર 2024 ના રોજ પણ નોએડાના પોલીસ સેક્ટર 126 ક્ષેત્રમાં લોટસ વૈલી ઇન્ટરનેશન સ્કુલને મોડી રાત્રે 12 વાગ્યે એક મેઇલ મળ્યો હતો. તેમાં શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. સવારે શાળા પહોંચીની પ્રિન્સિપાલે જ્યારે મેઇલ ચેક કર્યો તો બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઇમેઇલ વાંચ્યો હતો. મેઇલ વાંચીને ગભરાઇ ગયા અને શાળાના સ્ટાફને બોલાવી મેલ અંગે માહિતી આપી હતી.
બાળકોને ઘરે મોકલવામાં આવ્યા
ત્યાર બાદ શાળાના મેનેજમેન્ટ તે અંગે પોલીસને જાણ કરી હતી. સાથે જ શાળાના બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. જે શાળા વાહન બાળકોને લઇને શાળાની તરફ આગળ વધી રહ્યા હતા તેના સ્ટાફને તે અંગે જણાવવામાં આવ્યું અને પરત બાળકોને ઘરે છોડવામાં આવ્યા. ત્યાર બાદ શાળા બંધ કરી દેવામાં આવી હતી. શાળામાં આશરે 2 કલાક સુધી સર્ચ ઓપરેશ ચાલ્યું જો કે તે દરમિયાન કાંઇ પણ શંકાસ્પદ મળ્યું નહોતું.