તિરુપતિની ત્રણ હોટલોને બોમ્બની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
- તિરુપતિ હોટલોમાં બોમ્બ ધમકી
- ગુરુવારની સાંજે 3 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- જાફર સિદ્દીકીનું નામ લઈને તિરુપતિમાં હોટલોને ધમકી
Bomb threat in Tirupati hotel : આંધ્રપ્રદેશના તિરુપતિમાં ગુરુવારની સાંજે 3 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી, જેમાં આકરા શબ્દોમાં 11 વાગ્યા સુધીમાં હોટલ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઈમેલ લીલા મહેલ, કપિલા તીર્થમ અને અલીપીરી વિસ્તારમાં આવેલી ખાનગી હોટલને મોકલવામાં આવ્યો હતો. આ ધમકી મળતાં જ હોટલ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવ્યા.
પોલીસની તકેદારી અને તપાસ પ્રક્રિયા
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હોટલના દરેક ખૂણાની તપાસ કરી. બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની ટીમો હોટલની હર વાતની ચકાસણી કરી રહી હતી, અને અધિકારીઓએ તમામ વિસ્તારોને સુરક્ષિત બનાવવામાં કસર રાખી ન હતી. તર્કાવેલા અધિકારીઓએ આ ઘટના પ્રત્યે ગંભીરતાથી કામ કર્યું, પરંતુ તપાસ બાદ હોટલોમાં કંઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકી એક અફવા સાબિત થઈ, જેનાથી ગભરાટ ફેલાવવા માટે આઇ હતી. તપાસમાં પુષ્ટિ થઇ છે કે ધમકી એક અફવા હતી, જેનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો. ઈમેલમાં કથિત રીતે ડ્રગ કિંગપીન જાફર સિદ્દીકનું નામ હતું, જેની આ વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી અને ઈમેલના વિષયમાં લખવામાં આવ્યું હતું કે, 'TN CM સામેલ'. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઈમેલ કયા સ્ત્રોતથી મોકલવામાં આવ્યો હતો. જ્યારે હોટલોમાં ચેક ઇન અને ચેક આઉટની પરવાનગી ચેકિંગ બાદ સંતોષ થયા બાદ જ આપવામાં આવતી હતી.
ઈમેલમાં શું લખ્યું હતું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લીલા મહેલ, કપિલા તીર્થમ અને અલીપીરી વિસ્તારમાં આવેલી ત્રણ ખાનગી હોટલોને ગુરુવારે સાંજે ઈમેલ દ્વારા ધમકીઓ મળી હતી. ધમકીભર્યા ઈમેલના વિષયમાં લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ISI સૂચિબદ્ધ હોટલોમાં ઈમ્પ્રુવાઈઝ્ડ ઈડીને સક્રિય કરશે. 11 વાગ્યા સુધીમાં હોટેલ ખાલી કરો! TN CMનો સમાવેશ થાય છે. આ ઈમેલ ગુરુવાર 24 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 5.30 વાગ્યાની આસપાસ હોટલોને મોકલવામાં આવ્યા હતા. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે જાફર સાદિકની ધરપકડથી આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે અને આ કેસમાં એમકે સ્ટાલિન પરિવારની સંડોવણી પરથી ધ્યાન હટાવવા માટે શાળા-હોટલોમાં આવી ઘટનાઓ જરૂરી છે. DMK ના ભૂતપૂર્વ કાર્યકર્તા જાફર સિદ્દીકીને આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુમાં ડ્રગ હેરફેરમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે તે તેની મુક્તિની માંગ કરે છે.
આ પણ વાંચો: લંડન જતી ફ્લાઇટમાં બોમ્બ! વિમાનને ફ્રેન્કફર્ટમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું