Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુત્રની DRUGS ની લતથી કંટાળી વૃદ્ધ માતા - પિતાએ કર્યો આપઘાત

કેરળના પથનમથિટ્ટામાંથી હવે હ્રદય કંપાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે. પુત્રના DRUGS ની લતના ત્રાસથી વૃદ્ધ માતા પિતાએ પોતે પોતાની કારમાં આત્મહત્યા કરીને પોતાન જીવન ટૂંકાવ્યું હતું. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે....
પુત્રની drugs ની લતથી કંટાળી વૃદ્ધ માતા   પિતાએ કર્યો આપઘાત

કેરળના પથનમથિટ્ટામાંથી હવે હ્રદય કંપાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે. પુત્રના DRUGS ની લતના ત્રાસથી વૃદ્ધ માતા પિતાએ પોતે પોતાની કારમાં આત્મહત્યા કરીને પોતાન જીવન ટૂંકાવ્યું હતું. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. કારમાં આત્મહત્યા કરનાર વૃદ્ધ દંપતીની ઓળખાણ રાજુ થોમસ જ્યોર્જ (69) અને લેગી થોમસ (63) તરીકે કરવામાં આવી હતી. આ દંપતી કેરળના તિરુવલ્લાના રહેવાસી હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

વૃદ્ધ દંપતીએ પુત્રના DRUGS ની લતથી કંટાળી ભર્યું આ પગલું

પથનમથિટ્ટામાંથી આ વૃદ્ધ દંપતીના આત્મહત્યા કરવાની બાબત સામે આવી છે. પોલીસને બળીને ખાક થયેલી હાલતમાં આ કાર આવી હતી, જેમાંથી બે મૃતદેહ પણ મળ્યા હતા. શરૂઆતમાં પોલીસને લાગ્યું કે કારમાં આકસ્મિક આગ લાગવાના કારણે આ ઘટના બની હશે. પરંતુ બાદમાં સુસાઈડ નોટ મળી આવતા સમગ્ર ઘટના વિશે ભાંડો ફૂટ્યો હતો. સુસાઇડ નોટમાંથી પુત્રના DRUGS ની હાલત વિશે લખવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમના ઘરેથી મળી આવેલી સુસાઈડ નોટ મુજબ એવું લાગે છે કે દંપતીએ તેમના 39 વર્ષના પુત્રની નશાની લતથી નારાજ હોવાથી આ આત્યંતિક પગલું ભર્યું હતું.

મિલકત તેની પુત્રવધૂ અને પૌત્રીને સોંપી દેવા દંપતીએ સુસાઇડ નોટમાં લખ્યું

તેમના પુત્રને હાલમાં ઇડુક્કી જિલ્લાના થોડુપુઝામાં એક ખાનગી રિહેબ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં આ બાબત વિશે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'આ સુસાઈડ નોટ પોલીસ માટે હતી. તેમણે તેમના પુત્રને સરકારી સંસ્થામાં સારવાર માટે દાખલ કરાવવા વિનંતી કરી છે. તેણે એમ પણ કહ્યું કે તેની મિલકત તેની પુત્રવધૂ અને પૌત્રીને સોંપી દેવી જોઈએ.'

Advertisement

આ પણ વાંચો : NITI Aayog આખરે છે શું અને તે શું કામ કરે છે...?

Advertisement
Tags :
Advertisement

.