Tirupati Temple ભગવાન વેંકટેશ્વરની પવિત્રતાનો સવાલ છે, તિરુપતિ મંદિરમાંથી બિનહિંદુ કર્મચારીઓને કાઢી મુકાયા
નવી દિલ્હી : ટીટીડીએ જણાવ્યું હતું કે, મંદિરમાં જોડાતી વખતે, કર્મચારીઓ પાસેથી શપથ લેવામાં આવે છે કે તેઓ હિન્દુ પરંપરાઓનું પાલન કરશે અને અન્ય ધર્મોની પરંપરાઓમાં ભાગ લેવાનું ટાળશે.
તમામ બિન હિંદુ કર્મચારીઓને VRS અપાશે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ બિન-હિન્દુ કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મંદિરમાં કામ કરતી વખતે અન્ય ધર્મોની પરંપરાઓનું પાલન કરતા 18 કર્મચારીઓને દૂર કરવાની તૈયારી ચાલી રહી છે. આ પગલું ટીટીડીના અધ્યક્ષ બીઆર નાયડુના નિર્દેશો પર અને ભગવાન વેંકટેશ્વરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. અધિકારીઓએ આવા 18 કર્મચારીઓની ઓળખ કરી છે.
આ પણ વાંચો : Gujarat: મોરબીમાં શિકારના શોખમાં યુવાનનો જીવ ગયો
હિંદુ પરંપરાનું પાલન ન કરતા હોય તેવા કર્મચારીઓને હાંકી કઢાશે
સમાચાર એજન્સી ANI અનુસાર, TTD દ્વારા એક મેમોરેન્ડમ પણ જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બિન-હિન્દુ ધાર્મિક પરંપરાઓનું પાલન કરતા 18 કર્મચારીઓને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ભગવાન વેંકટેશ્વર મંદિરની પવિત્રતાને પ્રાથમિકતા આપતાં, સંસ્થાએ આ કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય લીધો છે.
હિંદુ પરંપરાનું પાલન નથી કરતા કર્મચારી
ટીટીડી તહેવારો અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાની સાથે, આ કર્મચારીઓ અન્ય ધર્મોની ધાર્મિક પરંપરાઓનું પાલન કરતા હતા. બીઆર નાયડુના નિર્દેશો પર, ટીટીડીએ આવા કર્મચારીઓ માટે એક વ્યવસ્થા કરી છે કે કાં તો આ લોકોને અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) હેઠળ કાઢી મૂકવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot : ગોંડલનાં વેરી તળાવમાં અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, જાણો હત્યા પાછળની હકીકત!
શપથ સમયે હિંદુ હોવાનું જણાવ્યું પરંતુ તેઓ પાલન નથી કરતા
ટીટીડીએ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે મંદિરમાં ઘણા કર્મચારીઓ છે. જેમણે મંદિરમાં જોડાતી વખતે હિન્દુ ધર્મ અને હિન્દુ પરંપરાઓનું પાલન કરવાની શપથ લીધી હતી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ લોકો મંદિર સાથે જોડાયેલા હોવા છતાં બિન-હિન્દુ પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. મેમોરેન્ડમમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ કર્મચારીઓએ શપથ લીધા હતા કે તેઓ હિન્દુ ભક્તોનું સન્માન કરવા અને મંદિરની પવિત્રતા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેશે, પરંતુ તેમના કાર્યો એવા નથી.
ભગવાનની પવિત્રતા માટે આવા કર્મચારીઓને દુર કરાશે
મેમોરેન્ડમ મુજબ, મંદિરમાં જોડાતી વખતે, બધા કર્મચારીઓ ભગવાન વેંકટેશ્વરની સામે હિન્દુ ધર્મનું પાલન કરવા અને બિન-હિન્દુ પ્રથાઓમાં જોડાવાથી દૂર રહેવાની શપથ લે છે. ગયા વર્ષે, ટીટીડી બોર્ડે નિર્ણય લીધો હતો કે મંદિરમાં બિન-હિંદુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે નહીં. અધ્યક્ષ બી.આર. નાયડુએ કહ્યું હતું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર એક હિન્દુ સંસ્થા છે. તેથી અહીં બિન-હિન્દુ કર્મચારીઓની નિમણૂક ન કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ સરકારને હાલના બિન-હિંદુ કર્મચારીઓને અન્ય કોઈ સરકારી કચેરીમાં ટ્રાન્સફર કરવા અથવા VRS માટે વિનંતી કરશે. મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળને કારણે ઉભા થયેલા વિવાદ બાદ ટીટીડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કંગના રનૌતની થઇ શકે છે ધરપકડ, કોર્ટ દ્વારા આપવામાં આવી અંતિમ તક