Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bengal - Assam ની મુસ્લિમ પટ્ટીમાં સમેટાઈ TMC - કૉંગ્રેસ, તુષ્ટિકરણ પોલિટિક્સનો નરેટિવ મજબૂત બન્યો

Muslim Appeasement Politics Bengal Assam: પશ્ચિમ બંગાળ અને આસામના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ટીએમસી અને કોંગ્રેસ હવે માત્ર મુસ્લિમ બહુલ વિસ્તારો સુધી સીમિત થઈ ગયા છે. બંગાળમાં ટીએમસીના 40% ધારાસભ્યો અને આસામમાં કોંગ્રેસના 19 માંથી 18 ધારાસભ્યો મુસ્લિમ છે. આ આંકડાઓ 'સેક્યુલારિઝમ' ના નામે ચાલતા તુષ્ટિકરણના રાજકારણને ઉજાગર કરે છે, જેના કારણે હિંદુ મતોનું પ્રબળ ધ્રુવીકરણ ભાજપ તરફી થયું છે
bengal   assam ની મુસ્લિમ પટ્ટીમાં સમેટાઈ tmc   કૉંગ્રેસ  તુષ્ટિકરણ પોલિટિક્સનો નરેટિવ મજબૂત બન્યો
Advertisement

. TMC અને કોંગ્રેસનો જનાધાર હવે માત્ર ખાસ ભૌગોલિક મુસ્લિમ પોકેટ્સ પૂરતો મર્યાદિત રહ્યો છે
. વિપક્ષી પાર્ટીઓના Muslim ઉમેદવારો પરના અતિશય નિર્ભરતાને કારણે 'તુષ્ટિકરણ' (Appeasement) ના આરોપો વધુ મજબૂત બન્યા છે
. બહુમતી સમાજમાં જાગેલી નારાજગીને કારણે ભાજપને હિંદુ બહુલ વિસ્તારોમાં મોટો ફાયદો થયો છે

Muslim Appeasement Politics Bengal Assam: આસામ (Assam) માં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) એ મિયાં (Miyas) શબ્દનો ઉલ્લેખ કરીને બિનઅસમિયાં મૂળના મુસ્લિમો કે જેઓ ઘૂસણખોર તરીકે રાજ્યમાં આવ્યા હોવાની માન્યતા છે, તેમને નિશાન બનાવ્યા હતા. આસામમાં 33 ટકા જેટલા મુસ્લિમ છે અને રાજ્યની 22 બેઠકો પર તેમના દ્વારા પરિણામો નક્કી થાય છે.

Advertisement

પશ્ચિમ બંગાળ (West Bengal) માં સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) એ જય સનાતન (Jai Sanatan) બોલીને વિપક્ષના મુસ્લિમ વોટબેંક પોલિટિક્સને નિશાન બનાવ્યું.

Advertisement

હવે ચૂંટણી પરિણામો સામે આવી ગયા છે, ત્યારે આસામ અને બંગાળમાં ભાજપ-કોંગ્રેસ-ટીએમસી (BJP - Congress - TMC) ને મળેલી બેઠકો પરથી જીતની જે પેટર્ન ઉપસી આવી છે, તે દર્શાવી રહી છે કે આવું માત્ર સેક્યુલર વિરોધના કારણે નથી કરાયું, પણ આસામમાં કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં ટીએમસીની રણનીતિમાં બંનેના મુસ્લિમ તુષ્ટિકરણ (Muslim Appeasement) ના વોટબેંક પોલિટિક્સ (Vote Bank politics) ના ખેલને પણ ઉજાગર કર્યો છે. આ બંને પાર્ટીઓ આસામ અને બંગાળના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સમેટાઈ ચુકી છે અને તાજેતરની ચૂટણીમાં ત્યાં પણ તેઓ સંઘર્ષ કરતા જોવા મળે છે.

ભારતીય રાજનીતિમાં સેક્યુલારિઝ્મ શબ્દ ગત કેટલાક દાયકાથી ચર્ચામાં છે, પરંતુ તેનો જમીની અર્થ ઘણી રીતે બદલાયો છે અને તેનું યોગ્ય ઉદાહરણ તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને આસામની તાજેતરની ચૂંટણીમાં જોવા મળ્યું છે. ક્યારેક સર્વધર્મ સમભાવના નામ પર લડાનારી રાજનીતિ હવે ખાસ ભૌગોલિક વિસ્તારો અને ખાસ વોટબેંક સુધી મર્યાદીત થતી દેખાઈ રહી છે. બંગાળ અને આસામમાં સેક્યુલારિઝ્મ (Secularism) નો ઝંડો ઉઠાવનારી પાર્ટીઓનો આધાર હવે માત્ર મુસ્લિમ બહુલ પોકેટ્સ સુધી જ મર્યાદીત થઈ ગયો છે.

આ પણ વાંચો: "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા

બંગાળમાં TMC ની મુસ્લિમ વોટબેંકમાં ગાબડું

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસીએ લાંબા સમય સુધી એક એવી સેક્યુલર (Secular) ઈમેજ બનાવી, જેનું કેન્દ્રબિંદુ રાજ્યના 27થી 30 ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ છે. પરંતુ તાજેતરના ચૂંટણી ડેટા અને જમીન પર બદલાતા સમીકરણ એક અલગ જ કહાની વ્યક્ત કરી રહ્યા છે. જેમાં મમતા બેનર્જી પોતાની શક્તિ માનતા હતા, તે હવે તેમના માટે મોટો પડકાર અને રાજકીય ઓળખ બની ગઈ છે.

ભાજપે મમતા બેનર્જી (Mamata Benerjee) ની સરકારના મુસ્લિમ તુષ્ટિકરણના ક્રિયાકલાપોને એજન્ડા બનાવ્યો. મુસ્લિમોની મજલિસમાં મમતાની હિજાબ પહેરેલી તસ્વીરો અને વીડિયો વાયરલ થયા. જણાવવામાં આવે છે કે કેવી રીતે ઈદ પછી મુસ્લિમોને સંબોધિત કરતા તેમણે કોમન સિવિલ કોડ, સીએએ, વક્ફ કાયદાનો વિરોધ કર્યો.

એક સમય હતો કે જ્યારે ટીએમસી આખા બંગાળમાં સર્વમાન્ય હતી. પરંતુ ધીરેધીરે તેનું સેક્યુલર પોલિટિક્સ મુસ્લિમ ડોમિનેટ જિલ્લાઓ જેવા કે મુર્શિદાબાદ, માલદા, ઉત્તર અને દક્ષિણ દિનાજપુર અને દક્ષિણ 24 પરગના સુધી સમેટાઈ ગયું અને શાખ બચાવવા માટે આ વિસ્તારો પર નિર્ભર રહેવું પડયું.

મુર્શિદાબાદ અને માલદા જેવા વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી 50 ટકા અથવા તેનાથી વધારે છે. ત્યાં ટીએમસીનો પ્રભાવ જરૂર છે. પરંતુ હવે ત્યાં તે નિર્વિરોધ રહી નથી. રસપ્રદ વાત એ છે કે મમતા બેનર્જી જેને સેક્યુલારિઝમ ગણાવે છે, તેને ભાજે મુસ્લિમ તુષ્ટિકરણ સાબિત કર્યું છે અને કદાચ આ કારણ છે કે હિંદુ બહુલ વિસ્તારોમાં ટીએમસી પ્રત્યે અંદરખાને નારાજગી પેદા થઈ, જેનાથી પાર્ટીને આ ખાસ મુસ્લિમ બેલ્ટ્સ સુધી જ મર્યાદીત કરી દીધી.

આ પણ વાંચો: Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન

Muslim ઉમેદવારોનું ગણિત અને સ્ટ્રાઈક રેટ

ટીએમસીએ આ ચૂંટણીમાં એક ઘણો મોટો ખેલ ખેલ્યો અને 47 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા. તેમાંથી તેના 32 ઉમેદવારો જીત્યા અને જે કોઈપણ પાર્ટી માટે એક શાનદાર સ્ટ્રાઈક રેટ છે. પરંતુ આ આંકડાની પાછળની હકીકત એ છે કે તે 31 ધારાસભ્ય ટીએમસીના કુલ ધારાસભ્યોનો 40 ટકા હિસ્સો છે.

આ ડેટા દર્શાવે છે કે ટીએમસીની અંદર હવે મુસ્લિમ નેતાઓને દબદબો વધ્યો છે. જો કે આ તેમની જીતનો આધાર છે, પરંતુ રાજકીય વિશ્લેષકો આ પાર્ટીઓને કોમવાદી ધ્રુવીકરણ તરીકે જોઈ રહ્યા છે. જ્યારે એક કથિત સેક્યુલર પાર્ટીના અડધા ધારાસભ્યો એક જ સમુદાયમાંથી આવવા લાગે, તો તે પાર્ટી પોતાની વ્યાપક સ્વીકાર્યતા ગુમાવવા લાગે છે અને એક કમ્યુનિટી સ્પેસિફિક પાર્ટી બનીને રહી જાય છે. ભાજપ હિંદુ પાર્ટી હોવું રાજકીય રીતે અફોર્ડ કરી શકે છે, પરંતુ આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ટીએમસી માટે મુસ્લિમ પાર્ટીની ઓળખ ઘાતક સાબિત થઈ છે.

આ પણ વાંચો: "બંગાળમાં મંત્રીમંડળ પહેલા જેહાદીઓનું લિસ્ટ બનાવો" : પૂર્વ RAW એજન્ટની BJP ને સલાહ

મુસ્લિમ વોટબેંક (Muslim Vote Bank) માં વિભાજન

ટીએમસીને હંમેશા એ ભરોસો રહ્યો હતો કે બંગાલી 70-75 મુસ્લિમ બહુલ બેઠકો પર તેનો એકાધિકાર છે. પરંતુ આ સંદર્ભે આ ભ્રમ તૂટતો દેખાઈ રહ્યો છે. મુસ્લિમ મતદાતાઓએ આ સંદર્ભે માત્ર મમતા બેનર્જીના નામે વોટ આપ્યા નથી.

મુર્શિદાબાદ અને માલદા જેવા વિસ્તારોમાં મતદાતાઓએ ટીએમસીના સ્થાને સ્થાનિક મુસ્લિમ નેતૃત્વને મહત્ત્વ આપ્યું છે. હુમાયૂં કબીર જેવા નેતાઓની જીત, કોંગ્રેસના બે મુસ્લિમ ઉમેદવારોની વાપસી અને સૌથી આગળ વધીને પીરઝાદા અબ્બાસ સિદ્દીકીની પાર્ટી ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) નો ઉદય એ દર્શાવે છે કે મુસ્લિમ વોટર હવે ટીએમસીના પ્રભાવમાંથી બહાર નીકળવા ચાહે છે. મુસ્લિમ મતદાતાઓને લાગે છે કે ટીએમસી તેમને માત્ર ભાજપનો ડર દેખાડીને વોટ લઈ રહી છે. જ્યારે જમીની સ્તર પર તેમના માટે સ્થાનિક વિકલ્પ સારા થઈ શકે છે.

આ પણ વાંચો: Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?

આસામમાં કૉંગ્રેસનું અસ્તિત્વ મુસ્લિમ ધારાસભ્યોના હવાલે

જો બંગાળમાં સેક્યુલારિઝ્મ તુષ્ટિકરણવાદમાં ફેરવાતા મુસ્લિમ બહુલ વિસ્તારો સુધી સમેટાયું છે,તો હવે આસામમાં તો તે લગભગ વેન્ટિલેટર પર છે. આસામની રાજનીતિ હંમેશાથી આઈડેન્ટિટી પોલિટિક્સની આસપાસ આગળ વધે છે. પરંતુ તાજેતરના પરિણામોમાં કોંગ્રેસની હાલત દયનીય થઈ છે.

126 બેઠકોમાંથી આસામ વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 19 ધારાસભ્યો ચૂંટાયા છે અને તેમાંથી 18 ધારાસભ્યો મુસ્લિમ છે. એટલે કે આસામમાં કોંગ્રેસ હવે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાને નવી મુસ્લિમ લીગ બની ગઈ હોવાનું AIUDF ના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલે કહી દીધું છે. આસામમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ હિંદુ ધારાસભ્ય છે.

ગૌરવ ગોગોઈ ખુદ પોતાની બેઠક બચાવી શક્યા નથી. તેમને આસામમાં કોંગ્રેસનું ભવિષ્ય માનવામાં આવે છે. આ એ વાતનું પ્રમાણ છે કે આસામના બિનમુસ્લિમ વોટર્સ હવે કોંગ્રેસથી સંપૂર્ણપણે કપાઈ ચુક્યા છે. કોંગ્રેસે સેક્યુલારિઝ્મના નામ પર જે રાજનીતિ કરી, તેને આસામના સામાન્ય નાગરિકોએ તુષ્ટિકરણ હોવાનું માન્યું છે અને કૉંગ્રેસને સોય ઝાટકીને નકારી દીધી છે.

આ પણ વાંચો: શું કૉંગ્રેસ 'નવી મુસ્લિમ લીગ' બની રહી છે? Assam માં 20માંથી 18 મુસ્લિમ ઉમેદવાર જીત્યા!

અજમલ સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવના દુષ્પરિણામ

આસામના મુસ્લિમ વોટર્સના મોટા દાવેદાર બદરુદ્દીન અજમલ અને તેમની પાર્ટી AIUDF હતા.કોંગ્રેસે લાંબા સમય સુધી અજમલ સાથે પડદા પાછળ અને ક્યારેક પડદાની આગળ ગઠબંધન કર્યું. આ વખતે ગઠબંધન નહીં હોવાનું પરિણામ એ જોવા મળ્યું કે મુસ્લિમ મતદાતાઓએ અજમલને છોડીને કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોને ચૂંટયા.

AIUDF ને માત્ર બે બેઠકો મળી. જ્યારે કોંગ્રેસના 18 મુસ્લિમ ઉમેદવારો જીતી ગયા. આનો અર્થ એ નથી કે કોંગ્રેસ મજબૂત થઈ છે. પરંતુ આનો મતલબ એ છે કે મુસ્લિમ વોટર્સે ટેક્ટિકલ વોટિંગ કરીને કોંગ્રેસને ભાજપનીવિરુદ્ધ સૌથી મજબૂત વિકલ્પ માન્યો. પરંતુ આ પ્રક્રિયામાં કોંગ્રેસે પોતાનો બચેલો હિંદુ વોટર્સનો જનાધાર પણ ગુમાવી દીધો.

આ પણ વાંચો: જનાદેશનો અનાદર કરનારા મમતા બેનર્જીને West Bengal ના CMO માંથી તાત્કાલિક તગેડો

ભૂપેન બોરાની હકાલપટ્ટી બની કોંગ્રેસની મુશ્કેલી

આસામ કોંગ્રેસની અંદર મચેલા ધમાસાણમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન બોરા (Bhupen Bora) નું પાર્ટી છોડવું મોટી ચર્ચાનો વિષય હતો. ભૂપેન બોરાએ જતાજતા કોંગ્રેસના હાઈકમાન્ડ અને પ્રદેશ એકમ પર મુસ્લિમ તુષ્ટિકરણને લગતા ગંભીર આરોપો લગાવ્યો હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે પાર્ટી માત્ર એક ખાસ વોટબેંક (Vote Bank) ને ખુશ કરવાના ચક્કરમાં આસામના મૂળ નિવાસીઓની ભાવનાને નજરઅંદાજ કરી રહી છે. ભૂપેન બોરાનું આ નિવેદન એ હતાશાનું પરિણામ હતું જે કોંગ્રેસની અંદરના એ નેતાઓમાં છે, જે જોઈ રહ્યા છે કે કેવી રીતે પાર્ટી એક રિલીઝિયસ પ્રેશર ગ્રુપ બનીને રહી ગઈ છે.

આ પણ વાંચો: મહુઆ ભાભી માટે ઢાકામાં સાડીનો શૉ રુમ ખોલાવો: નિશિકાંત દુબેનો TMC MP પર કટાક્ષ

શું આ સેક્યુલર (Secular) રાજનીતિનો અંત છે?

બંગાળ અને આસામના પરિણામો જણાવે છે કે સેક્યુલારિઝ્મના ભારતીય સંસ્કરણ પર હવે મોટું સંકટ છે. જ્યારે પાર્ટીઓ સેક્યુલર હોવાનો દાવો કરે છે, પરંતુ તેમનો ઈલેક્ટોરલ બેઝ માત્ર મુસ્લિમ પોકેટ્સ સુધી મર્યાદીત થઈ જાય છે. તેને કારણે તે સેક્યુલારિઝ્મ નથી પણ કમ્યુનલ રિપ્રેઝન્ટેશન બની જાય છે.

આ બંને રાજ્યોની રાજનીતિ આ બોધપાઠ આપે છે કે તુષ્ટિકરણની રાજનીતિનો એક સેચ્યુરેશન પોઈન્ટ છે. જ્યારે બહુમતી સમાજને લાગે છે કે સેક્યારિઝ્મના નામે તેમના હિતોની બલિ ચઢાવીને કોઈ એક વર્ગને ખુશ કરાઈ રહ્યો છે, તો તે એક નક્કર કાઉન્ટર પોલરાઈઝેશનની રાજકીય સ્થિતિ પેદા કરે છે. બંગાળ અને આશામની રાજનીતિ હવે આ ત્રિભેટે ઉભી છે, કે જ્યાં સેક્યુલર ગણાતી પાર્ટીઓ ખુદ જ પોતાના બનાવેલા મુસ્લિમ બાહુલ્યતાવાદના પ્રભાવના ચક્રમાં કેદ થઈ ગઈ છે. પરિણામે વોટર્સ પણ હિંદુ છે અથવા મુસ્લિમ છે. આવી સ્થિતિમાં કથિત સેક્યુલર અને કથિત સેક્યુલારિઝ્મ પણ બચ્યા નથી.

આ પણ વાંચો: "ઝાલમુડી પછી મક્કે દી રોટી, સરસો દા સાગ": બંગાળ બાદ BJP નું મિશન પંજાબ

Tags :
Advertisement

.

×