ટીમએમસી વિકાસના માર્ગની દિવાર, તે તૂટશે ત્યારે જ થશે વિકાસ; દુર્ગાપુરમાં પીએમ મોદીની ગર્જના
- આજે બંગાળમાં હજારો યોગ્ય શિક્ષક બેરોજગાર છે, તેનું સૌથી મોટું કારણ છે ટીએમસીનું ભ્રષ્ટાચાર
- ટીએમસીની સરકાર જશે ત્યારે જ બંગાળમાં અસલી પરિવર્તન આવશે
દુર્ગાપુર રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે બંગાળ એક સમયે વિકાસનું કેન્દ્ર હતું, આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. ભાજપ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. વરસાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે વરસાદ વચ્ચે આવ્યો, પરંતુ તમે તેનો પણ સામનો કર્યો. પશ્ચિમ બંગાળની ભૂમિ પ્રેરણાથી ભરેલી છે. આ દેશના પ્રથમ ઉદ્યોગ પ્રધાન ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ છે. તેમણે ભારતના ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો. દેશને તેની પ્રથમ ઔદ્યોગિક નીતિ આપી. આ ડીસી રોય જેવા સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વની ભૂમિ છે, જેમણે મોટા સપના અને મોટા સંકલ્પો માટે દુર્ગાપુર પસંદ કર્યું હતું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળે દેશને દ્વારકા નાથ ટાગોર જેવા સુધારકો આપ્યા, જેમણે ગુલામીના સમયગાળા દરમિયાન બેંકિંગ સુધારાઓ પર કામ કર્યું. તેમણે બતાવ્યું કે ઉદ્યોગો અને સાહસો સમાજને કેવી રીતે લાભ આપી શકે છે.
સર વીરેન્દ્ર મુખર્જીનો જન્મ આ ભૂમિ પર થયો હતો, જેમના જીવન અને દ્રષ્ટિકોણથી ભારતમાં સ્ટીલ ઉદ્યોગનો મજબૂત પાયો નાખ્યો હતો. આવા મહાન લોકોએ પશ્ચિમ બંગાળના મહાન વારસાને આગળ ધપાવ્યો છે. પશ્ચિમ બંગાળ એક સમયે ભારતના વિકાસનું કેન્દ્ર હતું.
પશ્ચિમ બંગાળના યુવાનોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. નાની નોકરી માટે પણ તેમને બીજા રાજ્યોમાં જવું પડે છે. દુર્ગાપુર, વર્ધમાન અને આસનસોલ, આ આખા પ્રદેશો એક સમયે ભારતના ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવતા હતા. પરંતુ આજે, અહીં નવા ઉદ્યોગો સ્થપાવવાને બદલે હાલના ઉદ્યોગો પણ બંધ થઈ રહ્યા છે. આપણે બંગાળને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢવું પડશે. આજે અહીં શરૂ થયેલા પ્રોજેક્ટ્સ તેનું પ્રતીક છે. બાંગ્લા પોરીબોર્ટન ચાહે. બાંગ્લા ઉન્નયન ચાહે.
શ્રાવણનો પવિત્ર મહિનો છે, અને આવા પવિત્ર સમય દરમિયાન મને પશ્ચિમ બંગાળના વિકાસ ઉત્સવનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા સમય પહેલા જ ₹5,400 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ભાજપ પશ્ચિમ બંગાળ માટે મોટા સપનાઓ ધરાવે છે. ભાજપ સમૃદ્ધ પશ્ચિમ બંગાળ ઇચ્છે છે. આપણે બંગાળને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢવાનું છે. આજે અહીં જે પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે તે તેનું પ્રતીક છે. બંગાળ પરિવર્તન ઇચ્છે છે. બંગાળ વિકાસ ઇચ્છે છે.
પહેલા દેશભરમાંથી લોકો રોજગાર માટે અહીં આવતા હતા, પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે પશ્ચિમ બંગાળના યુવાનોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. નાની નોકરી માટે પણ તેમને બીજા રાજ્યોમાં જવું પડે છે. આજે હું તમને ખાતરી આપવા આવ્યો છું કે બંગાળની દયનીય સ્થિતિ બદલી શકાય છે. ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી બંગાળ થોડા વર્ષોમાં દેશના ટોચના ઔદ્યોગિક રાજ્યોમાંનું એક બની શકે છે. આ મારો દ્રઢ વિશ્વાસ છે.
ટીએમસી સરકાર બંગાળના વિકાસના આગળ દિવાર બનીને ઉભી છે. જે દિવસ ટીએમસી સરકારની આ દિવાર તૂટી પડશે તે દિવસે બંગાળ વિકાસની નવી ઝડપ પકડી લેશે. ટીએમસીની સરકાર જશે ત્યારે જ અસલી પરિવર્તન આવશે. ભાજપા તરફથી હું તમને આગ્રહ કરૂં છું કે એક વખત ભાજપાને તક આપો. એક એવી સરકાર પસંદ કરો જે કામદાર હોય, ઈમાનદાર અને દમદાર હોય.
પ્રાઈમરી એજ્યુકેશન હોય કે હાયર એજ્યુકેશન દરેક સ્તરે શિક્ષણને બર્બાદ કરવામાં આવી રહ્યું છે. ટીએમસીની સરકારે બંગાળની એજ્યુકેશન વ્યવસ્થાને અપરાધ અને ભ્રષ્ટાચારને સોંપી દીધી છે. આજે હજારો યોગ્ય શિક્ષક બેરોજગાર છે, તેનું સૌથી મોટું કારણ છે ટીએમસીનું ભ્રષ્ટાચાર. આનાથી હજારો પરિવારો પર સંકટ આવ્યું છે અને લાખો બાળકોનું ભવિષ્ય શિક્ષકની અછતના કારણે અંધારામાં છે. ટીએમસીએ બંગાળના વર્તમાન અને ભવિષ્ય બંનેને સંકેટમાં નાંખી દીધા છે.
માં, માટી, માનુષની વાત કરનારી પાર્ટીની સરકારમાં બેટીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, તે પીડા આપે છે અને આક્રોશથી ભરી દે છે. આજે પશ્ચિમ બંગાળમાં હોસ્પિટલ પણ બેટીઓ માટે સુરક્ષિત નથી. જ્યારે અહીં એક ડોક્ટર બેટી સાથે અત્યાચાર થયો તો ટીએમસી સરકાર આરોપીઓને બચાવવામાં લાગી ગઈ. આ ઘટનાથી દેશ હજું બહાર આવ્યું પણ નહતુ કે કોલેજમાં એક પુત્રી સાથે ભયંકર અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના આરોપીઓનું ક્નેક્શન પણ ટીએમસી સાથે નિકળ્યું છે. આપણે મળીને બંગાળને આ નિમર્મતાથી મુક્તિ અપાવવી પડશે.
ટીએમસી અને લેફ્ટ વર્ષો સુધી દિલ્હીમાં કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી છે. આ દરમિયાન તેમને બાંગ્લા ભાષાની યાદ પણ આવી નહીં. આ ભાજપા સરકાર છે, જેને બાંગ્લાને શાસ્ત્રીય બાષાનો દરજ્જો આપ્યો છે.
આ પણ વાંચો- UPSCની નવી પહેલ ‘પ્રતિભા સેતુ’: નિષ્ફળ ઉમેદવારો માટે ખાનગી નોકરીનો નવો રસ્તો