પશ્ચિમ બંગાળમાં TMC કાઉન્સિલરની ગોળી મારીને હત્યા, CMએ ઘટના પર શોક વ્યક્ત કર્યો
- તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલરની સરેઆમ હત્યા
- હુમલાખોરોએ તેમને નજીકથી ગોળી મારી
- પોલીસ આરોપીઓને શોધી રહી છે
- મમતા બેનર્જીએ ફેસબુક પોસ્ટ કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું
- ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
TMC Councillor Murder in West Bengal : પશ્ચિમ બંગાળના માલદામાં સરેઆમ તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી. બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમને નજીકથી ગોળી મારી હતી, પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. સીએમ મમતા બેનર્જીએ પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.
TMC કાઉન્સિલરની ગોળી મારીને હત્યા
પશ્ચિમ બંગાળમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના સહયોગી અને TMC કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બાઇક સવાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો અને કાઉન્સિલર પર ગોળીઓ ચલાવી હતી. આ કેસમાં પોલીસ આરોપીઓને શોધી રહી છે. સીએમ મમતા બેનર્જીએ પણ ફેસબુક પર પોસ્ટ કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું
આ ઘટના માલદાના ઝાલઝાલિયા મોર વિસ્તારમાં બની હતી. બબલા નામથી ફેમસ કાઉન્સિલર દુલાલ સરકાર ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર ત્રણ હુમલાખોરોએ તેમને ઘેરી લીધા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેથી તેમના માથા અને ખભા પર ગોળીઓ વાગી હતી અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ પછી, સ્થાનિક લોકોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બદમાશોએ તેમને નજીકથી માથા પર ગોળી મારી હતી.
My close associate, and a very popular leader, Babla Sarkar has been murdered today.
From the beginning of the Trinamool Congress, he (and his wife Chaitali Sarkar) worked hard for the party, and Babla was also elected a councillor.
I am sad and hugely shocked after knowing…
— Mamata Banerjee (@MamataOfficial) January 2, 2025
આ પણ વાંચો : માતા અને 4 બહેનોની હત્યા કરનાર અસદ વિશે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ...; પાડોશીઓએ ખોલ્યા ઘણા રહસ્યો
સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
માલદામાં સરેઆમ ગોળીબારીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. ત્રણેય હુમલાખોરો કોણ હતા અને તેઓએ શા માટે ગોળીબાર કર્યો તે જાણવા માટે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને લોકોમાં તણાવ છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે અને આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
સીએમ મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યુ કે, તેમના નજીકના સહયોગી અને ખૂબ જ લોકપ્રિય નેતા બબલા સરકારની આજે હત્યા કરવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસની શરૂઆતથી, તેમણે અને તેમની પત્ની ચૈતાલી સરકારે પાર્ટી માટે સખત મહેનત કરી અને બબલા કાઉન્સિલર તરીકે પણ ચૂંટાયા. આ ઘટનાથી તે દુખી અને આઘાતમાં છે. દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ભગવાન ચૈતાલીને આ આઘાતથી લડવાની શક્તિ આપે.
આ પણ વાંચો : Delhi : કેજરીવાલના આક્ષેપથી રાજકીય ગરમાવો, કેન્દ્રની ત્રણ કૃષિ કાયદા પાછા લાવવા તૈયારી?


