TMC Internal Conflict: બંગાળમાં આરપારની લડાઈ, ઋતબ્રતને વિપક્ષના નેતા બનાવતા TMC કોર્ટના દ્વાર ખખડાવશે
૨૦૨૬ની ચૂંટણીમાં મળેલી હાર બાદ ટીએમસીમાં આંતરિક જ્વાળામુખી ફાટ્યો છે. મમતા બેનર્જી જૂથ અને ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથ વચ્ચે સત્તાના જંગે પક્ષના ૨૮ વર્ષના ઇતિહાસને હચમચાવી દીધો છે. બનાવટી સહીઓના આરોપો અને અધ્યક્ષ દ્વારા અપાયેલી માન્યતાએ મામલાને કોર્ટ સુધી પહોંચાડ્યો છે. આ વિવાદ માત્ર એક નિમણૂકનો નથી, પરંતુ પક્ષના અસ્તિત્વ માટેનું એક મોટું સંકટ બની રહ્યો છે.
Advertisement
TMC Internal Conflict : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક અને ગંભીર વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress - TMC) ની આંતરિક લડાઈ હવે ન્યાયિક લડાઈમાં પરિવર્તિત થઈ છે. મમતા બેનર્જી (Mamata Banerjee) ના નિવાસસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ, પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee) એ જાહેરાત કરી છે કે, વિધાનસભાના સ્પીકર દ્વારા વિપક્ષના નેતા તરીકે કરાયેલી નિમણૂક ગેરકાયદેસર છે. આ નિર્ણયને પડકારવા માટે હવે ટીએમસી સોમવારે કોલકાતા હાઈકોર્ટ (Calcutta High Court) માં અરજી દાખલ કરશે.

