પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીએ બાગી નેતા સામે કરી કડક કાર્યવાહી, બે ધારાસભ્યોની કરી હકાલપટ્ટી
TMC MLA Suspension : પશ્ચિમ બંગાળના રાજકીય ગલિયારામાં તૃણમૂલ કોંગ્રેસ (All India Trinamool Congress) દ્વારા લેવાયેલા એક કડક નિર્ણયોએ ખળભળાટ મચાવી દીધો છે. પાર્ટી નેતૃત્વએ શિસ્તનો પાઠ ભણાવતા પોતાના બે ધારાસભ્યો સંદીપન સાહા (Sandipan Saha) અને ઋતબ્રત બેનર્જી (Ritabrata Banerjee) ને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ બંને નેતાઓ સામે તત્કાળ અસરથી કાર્યવાહી કરવામાં આવી છે.
TMC MLA Suspension : વિધાનસભાની સહીઓનો વિવાદ
રાજ્ય સચિવાલય (State Secretariat) ખાતે આયોજિત મીડિયા બ્રીફિંગમાં મુખ્યમંત્રી (Chief Minister) એ આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રકાશ પાડ્યો હતો. વિપક્ષના નેતા તરીકે શોભનદેવ ચટ્ટોપાધ્યાય (Sobhandeb Chattopadhyay) ની ચૂંટણી દરમિયાન કથિત "બનાવટી સહીઓ" (Fake Signatures) નો મુદ્દો ઉઠાવવો આ બંને ધારાસભ્યોને ભારે પડ્યો છે. પાર્ટીનું માનવું છે કે આ પ્રકારના આક્ષેપો પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે કરવામાં આવ્યા હતા.
વારંવારની ગેરહાજરી અને પાર્ટી લાઇનનો વિરોધ
TMC ના ઉપપ્રમુખ ચંદ્રિમા ભટ્ટાચાર્ય (Chandrima Bhattacharya) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ધારાસભ્યો વારંવાર પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા. જે નેતાઓએ પક્ષના સિમ્બોલ પર જીત મેળવી હોય, તેમના તરફથી પાર્ટી હિતોની વિરુદ્ધ જઈને નિવેદનબાજી કરવી તે ગંભીર શિસ્તભંગ ગણવામાં આવ્યો છે. પાર્ટીએ આ પગલાં દ્વારા સંદેશ આપ્યો છે કે, સંગઠન સાથે છેડા કરી શકાય નહીં.
આ પણ વાંચો: Ashok Dinda એ શુભેન્દુ અધિકારીની સરકારમાં લીધા મંત્રી અંગેના શપથ, જાણો જવાબદારી મળતા તેમણે શું કહ્યું?


