ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TMC સાંસદે જગદીપ ધનખડની કરી મિમિક્રી! રાહુલ ગાંધીએ બનાવ્યો વીડિયો, હવે રાજ્યસભા અધ્યક્ષે આપી પ્રતિક્રિયા

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ કલ્યાણ બેનરજી (Kalyan Banerjee) દ્વારા સંસદ પરિસરમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરીને તેમની મજાક ઉડાવી હતી. તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જ્યારે ટીએમસી સાંસદ રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી...
05:20 PM Dec 19, 2023 IST | Vipul Sen
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ કલ્યાણ બેનરજી (Kalyan Banerjee) દ્વારા સંસદ પરિસરમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરીને તેમની મજાક ઉડાવી હતી. તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જ્યારે ટીએમસી સાંસદ રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી...

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ કલ્યાણ બેનરજી (Kalyan Banerjee) દ્વારા સંસદ પરિસરમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરીને તેમની મજાક ઉડાવી હતી. તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જ્યારે ટીએમસી સાંસદ રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ત્યાં હાજર હતા. રાહુલ ગાંધીએ કલ્યાણ બેનરજીનો વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે હવે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડની (Jagdeep Dhankhad) પ્રતિક્રિયા સામે આવી છે. આ અંગે તેમણે કહ્યું કે, 'હું આટલું જ કહીશ કે તેમને સબુદ્ધિ આવે.'

જણાવી દઈએ કે, સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં હોબાળો કરનારા વિપક્ષી દળના નેતાઓ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આથી વિપક્ષી સાંસદોએ સદનના પરિસરમાં વિરોધ દાખવ્યો હતો. દરમિયાન ટીએમસી સાંસદે રાજ્યસભાના અધ્યક્ષની મિમિક્રી કરીને મજાક ઉડાવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળના નેતાઓ નજરે આવી રહ્યા છે. ટીએમસી સાંસદ જ્યારે રાજ્યસભાના અધ્યક્ષની મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી પણ ત્યાં હાજર હતા. તેમણે ટીએમસી સાંસદોનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટનાને લઈ હવે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, હું આ મામલે બસ આટલું જ કહી કે તેમને સદબુ્દ્ધિ આવે. જ્યારે બીજેપી નેતાઓએ પણ આ મામલે વાંધો ઉઠાવીને આને અયોગ્ય વ્યવહાર ગણાવ્યો છે.

 

આ પણ વાંચો - Rajasthan : નવી સરકાર બનતા ગુનેગારોમાં ફફડાટ! એક શખ્સ પિસ્તોલ લઈને કોર્ટમાં ઘૂસ્યો, કહ્યું- મને બચાવી લો..!

Tags :
BJPCongressJagdeep DhankhadKalyan Banerjeerahul-gandhiTMCtmc mp
Next Article