TMC નો કેન્દ્રીય પ્રતિનિધિમંડળમાં જોડાવાનો ઇનકાર! કહયું, અમે દેશ સાથે છીએ, પણ અમારા પ્રતિનિધિ અમે નક્કી કરીશું"
- TMCએ કેન્દ્ર સરકારના પ્રતિનિધિમંડળમાં જોડાવાનો ઇનકાર કર્યો
- યુસુફ પઠાણ પ્રતિનિધિમંડળનો ભાગ નહી બને
- જ્યાં દેશની વાત હોય ત્યાં કોઈ રાજકારણ ન થવુ જોઈએ
TMC Declines Delegation: તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કેન્દ્ર સરકારના આતંકવાદ વિરોધી પ્રતિનિધિમંડળમાં જોડાવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ પ્રતિનિધિમંડળનો ભાગ બનશે નહીં, જે તાજેતરના આતંકવાદી હુમલા પછી આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે મોકલવામાં આવી રહ્યું છે.
દેશની વાત હોય ત્યાં રાજકારણ ન થવુ જોઈએ
આ યાદીમાં સાંસદ યુસુફ પઠાણનું નામ સામેલ હતું, પરંતુ તેઓ પણ હવે પ્રવાસ પર નહીં જાય, જ્યારે આ મામલે TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે TMC કેન્દ્ર સરકારની સાથે પહેલા પણ હતી અને હજુ પણ છે. જ્યાં દેશની વાત હોય ત્યાં કોઈ રાજકારણ ન થવુ જોઈએ, આને એ રીતે ન જોવું જોઈએ કે અમે ડેલિગેશનમાં જવાનો ઇનકાર કર્યો છે. પરંતુ અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમારી પાર્ટીમાંથી કોણ જશે તે અમે નક્કી કરીશું, ભાજપ સરકાર નહીં. અમે એવી વ્યક્તિને મોકલવા માંગતા હતા જેને સારી જાણકારી હોય, સારું બોલી શકે છે અને વૈશ્વિક પ્લેટફોર્મ પર દેશનું પ્રતિનિધિત્વ કરી શકે છે. અમને પૂછવામાં ન આવ્યું, અને સરકારે પોતે જ નામ નક્કી કરી દીધુ.
#WATCH | Kolkata, WB: On being asked if TMC has opted out of the Centre's multi-party diplomatic mission aimed at countering Pakistan-sponsored terrorism, TMC National General Secretary and MP Abhishek Banerjee says, "I don't know from where you got this information. I am saying… pic.twitter.com/LToXDrFj5B
— ANI (@ANI) May 19, 2025
આ પણ વાંચો : વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર કરેલા ડ્રોન-મિસાઇલ હુમલાને ભારતીય સેનાએ નાકામ કર્યો, જુઓ ડેમો
તે જ સમયે, સરકારે TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ટીએમસી સાંસદે તેમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ, પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર વિશ્વના દેશો સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની જાહેરાત કરવામાં આવી છે. સરકાર સાત પ્રતિનિધિમંડળને વિવિધ દેશોની મુલાકાતે મોકલશે, દરેક પ્રતિનિધિમંડળમાં છથી સાત સાંસદો હશે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર વખતે Youtuber જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતી