આસામમાં ટ્રેન અકસ્માત, માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા
- સહારનપુરમાં માલગાડી દુર્ઘટના
- ટ્રેન પાટા પરથી ઉતરી
- રેલવે અધિકારીઓનું ત્વરિત પ્રતિસાદ
Train Accident : આજે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ટ્રેન દુર્ઘટના થઇ હતી, જ્યાં રેલવે સ્ટેશન (Railway Station) ની નજીક એક માલગાડી (Goods Train) ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી અનુસાર, આ માલગાડીમાં અનાજ ભરેલું હતું, જે પાટા પર ફેલાઈ ગયું હતું. ગુડ્ઝ ટ્રેન પંજાબના ગુરુહરસહાયથી બમહેરી તરફ જઇ રહી હતી. આ અકસ્માતના સમયે કોઇ પણ મોટા જાન-માલના નુકસાનની જાણ થઇ નથી. જોકે રેલવે અધિકારીઓમાં ચોક્કસપણે ગભરાટ ફેલાયો હતો.
રેલવે અધિકારીઓની કાર્યવાહી
મળતી માહિતી પ્રમાણે, રેલવે વિભાગના અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા અને કયા કારણે આ કોચ પાટા પરથી ઉતર્યા તે અંગે તપાસ શરૂ કરી. આ દુર્ઘટના ખાસ કરીને ગુડ્સ ટ્રેન માટે બનાવવામાં આવેલા ટ્રેક પર થઈ હતી, જે લાઈન નંબર 7 થી ટપરી તરફ જતી હતી. રેલવે વિભાગ ઘટના અંગે ગંભીર જોવા મળી રહ્યું છે અને પાટા પરથી ઉતરવાના કારણોની તપાસમાં વિશેષ ધ્યાન આપતું જોવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં કોઈ મોટા જાન-માલનું નુકસાન નથી થયું, પરંતુ રેલવે વિભાગમાં ચોક્કસપણે ચિંતા જાગી છે. રેલવે વિભાગે જણાવ્યું છે કે આ દુર્ઘટનાના કારણે રેલ ટ્રાફિક પર કોઈ અસર થઈ નથી અને અન્ય ટ્રેનો સમયસર ચાલી રહી છે. પેસેન્જર ટ્રેનો પર પણ કોઈ અસર જોવા મળી નહોતી.
આસામના Diblong સ્ટેશન પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા આસામના Diblong સ્ટેશન પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. ત્યારે, જે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે તે અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન છે. આ અકસ્માત બપોરે 3.55 કલાકે થયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેનના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તે સમયે રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
આ પણ વાંચો: રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, 11.72 લાખ કર્મીઓને મળશે આટલા દિવસનું બોનસ