CBI ની રેડમાં IRS અધિકારીના ઘરેથી મળ્યો ખજાનો
- CBIએ વરિષ્ઠ IRS અધિકારીના ઘરે રેડ મારી
- IRS અધિકારીએ 45 લાખની લાંચ માંગી હતી
- અમિત કુમાર સિંગલ અને હર્ષ કોટકની ધરપકડ
CBI Raid: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે (31 મે, 2025) લાંચ લેવાના આરોપમાં 2007 બેચના વરિષ્ઠ IRS અધિકારી અમિત કુમાર સિંગલ અને અન્ય એક વ્યક્તિ હર્ષ કોટકની ધરપકડ કરી હતી. તેમની પર આરોપ છે કે IRS અધિકારીએ ફરિયાદી પાસેથી 45 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. બદલામાં, તેમને આવકવેરા વિભાગ તરફથી રાહત મળશે તેવુ વચન આપ્યું હતું સાથે સાથે આ લાંચિયા અધિકારીએ લાંચ ન આપવા પર કાનૂની કાર્યવાહી, ભારે દંડ અને હેરાનગતિ કરવાની ધમકી પણ આપી હતી.
લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો
આ કેસમાં CBIએ શનિવારે (31 મે) ના રોજ કેસ નોંધ્યો હતો અને 25 લાખ રૂપિયાની લાંચ લેતા સમયે પ્રાઈવેટ શખ્સ કોટકને મોહાલીમાં IRS અધિકારીના ઘરેથી રંગે હાથ પકડ્યો હતો. આ રકમ કુલ રૂ. 45 લાખમાંથી તેનો પહેલો હપ્તો હતો. આ પછી, IRS અધિકારીની દિલ્હીના વસંત કુંજ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
CBIના દરોડામાં ખજાનો મળ્યો
આ પછી, CBIએ દિલ્હી, પંજાબ અને મુંબઈમાં આ કેસ સંબંધિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડામાં CBIએ 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી, 1 કરોડ રૂપિયા રોકડા, 25 બેંક ખાતાઓના દસ્તાવેજો, લોકરની વિગતો અને દિલ્હી, મુંબઈ અને પંજાબમાં મિલકતો સંબંધિત કાગળો જપ્ત કર્યા. હાલમાં, CBI આ બધી મિલકતોની વાસ્તવિક કિંમત અને સોર્સ શોધી રહી છે.
આ પણ વાંચો : Ram Mandir પ્રાણ-પ્રતિષ્ઠામાં CM યોગી હશે મુખ્ય મહેમાન, કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત?
આરોપીઓને 14 દિવસના રિમાન્ડ
CBI અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓને રવિવારે (1 જૂન, 2025) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં, CBIની તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં, આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
નોંધનીય છે કે, IRS અધિકારી અમિત કુમાર સિંગલ હાલમાં આઈટીઓ (ITO), દિલ્હીના CR બિલ્ડીંગમાં કરદાતા સેવાઓના નિદેશાલયમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે તૈનાત હતા.
આ પણ વાંચો : NEET-PG 2025ની 15 જૂને યોજાનાર પરીક્ષા સ્થગિત કરાઈ, જાણો શું છે કારણ