EARTHQUAKE BREAKING : દિલ્હી NCR ની ધરા ધ્રુજી, 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Delhi Earthquake : દિલ્હી-NCR સહિત હરિયાણાના ઈજ્જર અને રોહતક જિલ્લામાં ભૂકંપના (Delhi Earthquake)આંચકા અનુભવાયા હતા, રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 મારવામાં આવી છે. અચાનક આવેલા આ આંચકાને કારણે દિલ્હી અને હરિયાણામાં લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. થોડી વાર સુધી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
લોકોમાં ભયનો માહોલ
સ્થાનીક લોકોના કહ્યા પ્રમાણે ભૂકંપના આંચકા થોડી વારસુધી અનુભવાયા હતા. પરંતું થોડી વારમાં જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનની માહિતી મળી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઈજ્જરમાં જમીનથી 10 કિમી નીચે હતું. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે, લોકોને તેના આંચકા બહુ ઓછા અનુભવાયા. હાલમાં, જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ પણ વાંચો -Maharashtra: 14 જુલાઈએ કોણે કર્યું રાજ્ય બંધનું એલાન, વાંચો અહેવાલ
ગુરુવારે પણ ભૂકંપ આવ્યો હતો
ગુરુવારે પણ દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.4 હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરથી ત્રણ કિલોમીટર ઉત્તરપૂર્વમાં અને દિલ્હીથી 51 કિલોમીટર પશ્ચિમમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
આ પણ વાંચો -VIDEO: મહારાષ્ટ્રના સતારામાં રીલના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યો યુવક
લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા
ઝજ્જર ઉપરાંત, પડોશી રોહતક અને ગુરુગ્રામ જિલ્લાઓ, પાણીપત, હિસાર અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાટ ફેલાઈ ગયો અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લા સ્થળોએ ભેગા થઈ ગયા. લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા. કેટલાક લોકો ખુલ્લા પગે પણ પોતાના ઘરની બહાર નીકળી ગયા.