Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રમ્પના દાવા ખોખલા: PM મોદીએ રૂસના તેલ પર કોઈ ખાતરી નથી આપી- વિદેશ મંત્રાલય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થયો છે. ટ્રમ્પે કહ્યું હતું કે PM મોદીએ તેમને રશિયા પાસેથી તેલ ન ખરીદવાની ખાતરી આપી છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટતા કરી કે બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. MEA એ ભારપૂર્વક કહ્યું કે ભારતની ઊર્જા નીતિ માત્ર રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.
ટ્રમ્પના દાવા ખોખલા  pm મોદીએ રૂસના તેલ પર કોઈ ખાતરી નથી આપી  વિદેશ મંત્રાલય
Advertisement
  •  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક દાવો પડ્યો ખોટો (Trump Modi Russia Oil)
  • PM મોદીએ રશિયા પાસેથી તેલ ન ખરીદવાની ખાતરીનો કર્યો હતો દાવો
  • MEAએ સમગ્ર દાવાને રદિયો આપતા કહ્યું, કોઈ ટેલિફોનિક વાતચીચ નથી થઈ

અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાતચીત (Telephone Conversation) થઈ છે, જેમાં PM મોદીએ રશિયા પાસેથી તેલ ન ખરીદવાની ખાતરી (Assurance) આપી છે. આ મામલે હવે ભારતીય વિદેશ મંત્રાલયનું (MEA) સત્તાવાર નિવેદન (Official Statement) સામે આવ્યું છે.

વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં કોઈ ટેલિફોનિક વાતચીત થઈ નથી. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પોતાની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું, "શું PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત કે ટેલિફોન કૉલ થયો હતો? આ વિશે મને ગઈકાલે બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીતની જાણકારી નથી."

Advertisement

Advertisement

ટ્રમ્પે શું દાવો કર્યો હતો? (Trump Modi Russia Oil)

આ સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં રશિયાથી ભારતના તેલ આયાત (Oil Import) અંગે દાવો કર્યો હતો. બુધવારે મોડી રાત્રે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતને વિશ્વસનીય ભાગીદાર (Reliable Partner) માને છે, તો તેમણે જવાબ આપ્યો હતો: "હા, ચોક્કસપણે. તે (PM નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે. અમારા ખૂબ સારા સંબંધો છે... હું એ વાતથી ખુશ નહોતો કે ભારત તેલ ખરીદી રહ્યું હતું. અને તેમણે આજે મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. આ એક મોટો અટકાવ છે. હવે આપણે ચીનને પણ આવું કરવા મનાવવું પડશે." ટ્રમ્પે યુક્રેન સંઘર્ષ (Ukraine Conflict) વચ્ચે રશિયા પર વૈશ્વિક દબાણ વધારવાની દિશામાં આ પગલાને "એક મોટું પગલું" ગણાવ્યું હતું.

ભારતની ઊર્જા નીતિ પરત ફર્યું MEA

ટ્રમ્પની આ ટિપ્પણીઓ બાદ, વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપીને સ્પષ્ટ કર્યું કે ભારતની ઊર્જા નીતિ (Energy Policy) સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતો (National Interests) પર આધારિત છે. મંત્રાલયે કહ્યું: "ભારત તેલ અને ગેસનો એક મહત્વપૂર્ણ આયાતકાર છે. અસ્થિર ઊર્જા પરિદૃશ્યમાં ભારતીય ગ્રાહકના હિતોની સુરક્ષા કરવી અમારી સતત પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે વિવિધ સ્રોતોમાંથી સ્થિર કિંમતો (Stable Prices) અને સુરક્ષિત સપ્લાય (Secure Supply) સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય પર ચાલે છે." આ સત્તાવાર નિવેદનથી ટ્રમ્પના દાવાઓ ખોખલા સાબિત થયા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વધુ આલોચના થઈ શકે છે.

આ પણ વાંચો : અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump નો મોટો દાવો : ભારત નહીં ખરીદે રશિયન ઓઈલ!

Tags :
Advertisement

.

×