ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સત્ય હંમેશા બહાર આવે છે-Jyotiraditya Scindia, Digvijay Singh ના નિવેદન પર કર્યુ હલ્લાબોલ

મધ્યપ્રદેશ Congress ના અગ્રણી દિગ્વિજય સિંહે હિન્દુ-મુસ્લિમ સંવાદિતા પરિષદમાં સંબોધન દરમિયાન એક વિવાદિત નિવેદન કર્યુ હતું. તેના જવાબમાં Jyotiraditya Scindia એ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, રાષ્ટ્ર વિરોધી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગમે તેટલા માસ્ક પહેરે, સત્ય હંમેશા બહાર આવે છે...
01:43 PM Apr 18, 2025 IST | Hardik Prajapati
મધ્યપ્રદેશ Congress ના અગ્રણી દિગ્વિજય સિંહે હિન્દુ-મુસ્લિમ સંવાદિતા પરિષદમાં સંબોધન દરમિયાન એક વિવાદિત નિવેદન કર્યુ હતું. તેના જવાબમાં Jyotiraditya Scindia એ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, રાષ્ટ્ર વિરોધી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગમે તેટલા માસ્ક પહેરે, સત્ય હંમેશા બહાર આવે છે...
Digvijay Singh statement Gujarat First,

Madhya Pradesh: શાજાપુરમાં હિન્દુ-મુસ્લિમ સંવાદિતા પરિષદમાં Congress નેતા Digvijay Singh એ એક સંબોધન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું. તેમણે 1992ના ભોપાલ રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકા રજૂ કરી હતી. જો કે આ નિવેદન બાદ કેન્દ્રિય મંત્રી Jyotiraditya Scindia એ Congress ની માનસિકતા મુદ્દે ટોણો માર્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, રાષ્ટ્રવિરોધી Congress પાર્ટીના નેતાઓ ગમે તેટલા માસ્ક પહેરે, સત્ય હંમેશા બહાર આવે છે.

મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને Congress MP Digvijay Singh ના એક વિવાદાસ્પદ નિવેદનથી મધ્યપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હિન્દુ-મુસ્લિમ સંવાદિતા પરિષદમાં ભાષણ દરમિયાન, દિગ્વિજયની જીભ લપસી ગઈ અને તેમણે કહ્યું કે, 1992માં ભોપાલ રમખાણો દરમિયાન, અમે રમખાણો કરાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આ નિવેદન સાંભળીને સભાગૃહમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. જોકે દિગ્વિજય સિંહે આ અંગે કોઈ સ્પષ્ટતા આપી ન હતી, પરંતુ તેમનું નિવેદન રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચોઃ  Modi Meets Musk: PM મોદી અને એલોન મસ્ક વચ્ચે ટેકનોલોજી અને નવીનતા પર ચર્ચા થઈ

કેન્દ્રીય મંત્રી Jyotiraditya Scindia નો ટોણો

Digvijay Singh જેવા કોંગ્રેસ અગ્રણીના નિવેદનથી મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. દિગ્વિજય સિંહના નિવેદન પર કેન્દ્રીય મંત્રી Jyotiraditya Scindia એ ટોણો માર્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ 'X' પર દિગ્વિજય સિંહના નિવેદનનો સખત વિરોધ કર્યો છે. તેમણે લખ્યું કે, રાષ્ટ્ર વિરોધી Congress પાર્ટીના નેતાઓ ગમે તેટલા માસ્ક પહેરે, સત્ય હંમેશા બહાર આવે છે. સિંધિયાએ દિગ્વિજય સિંહના નિવેદનને કોંગ્રેસની માનસિકતાનું પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે તે દેશ વિરુદ્ધ છે.

Digvijay Singh નું ચોંકાવનારુ નિવેદન

દિગ્વિજય સિંહે શાજાપુરના ચૌબદરવાડી ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા આયોજિત સદ્ભાવના સંમેલનમાં 1992ના ભોપાલ રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો. બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયેલા રમખાણો દરમિયાન પોતાની ભૂમિકાનું વર્ણન કરતા તેમણે કહ્યું, જ્યારે બાબરી મસ્જિદ શહીદ થઈ ત્યારે હું કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હતો. મેં 2 અઠવાડિયા સુધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં રાતો વિતાવી. વધુમાં તેમણે કહ્યું કે, અમે હિન્દુઓ અને મુસ્લિમોને એકબીજાની વિરુદ્ધ ઊભા કરીને રમખાણો કરાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.

આ પણ વાંચોઃ  Supreme Court: 'કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકતી નથી', ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કહ્યું...

Tags :
1992 Bhopal riotsAnti-national CongressBabri Masjid riotsBJP vs Congress Madhya PradeshCommunal tension remarksCongress controversial remarkCongress leader speechDigvijay Singh communal politicsDigvijay Singh controversyDigvijay Singh riot commentDigvijay Singh statementGujarat FirstGUJARAT FIRST NEWSHindu-Muslim Harmony ConferenceJyotiraditya Scindia reactionMadhya Pradesh PoliticsPolitical controversy India 2025Political ruckus Madhya PradeshSadbhavana Sammelan ShajapurScindia Congress criticismScindia vs DigvijayTruth always comes out quote
Next Article