TVK ચિફ વિજયે DMK અને ભાજપ પર નિશાન સાધ્યુ, વિભાજનકારી નીતિઓ પર આક્રમક પ્રહારો કર્યા
- TVKના વડા વિજયે DMK અને ભાજપ પર નિશાન સાધ્યુ
- અમે વિભાજનકારી શક્તિઓની વિરુદ્ધ છીએ: વિજય
- TVKના વડાએ હિન્દી લાગુ કરવા પર રોષ વ્યક્ત કર્યો
Tamilaga Vettri Kazhagam: આવતા વર્ષે તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દક્ષિણના સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ પાર્ટી (TVK)ના વડા વિજયને એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવી રહ્યા છે. શુક્રવારે (28 માર્ચ, 2025) પાર્ટીની પહેલી જનરલ કાઉન્સિલ બેઠક દરમિયાન, તેમણે DMK અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું.
DMK ની ભાજપ સાથે મૌન સમજુતી
તમિલગા વેત્રી કઝગમ (TVK)ના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન વિજયે દાવો કર્યો હતો કે એક તરફ DMKનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે, તો બીજી તરફ તેઓ ભાજપ સાથે પણ મૌન સમજૂતી ધરાવે છે. બેઠક દરમિયાન, TVK ચીફે સીમાંકન, હિન્દી લાદવા, GST સંગ્રહ, મહિલાઓ સામે વધતા ગુનાઓ અને મોદી સરકારની વન નેશન વન ઇલેકશન નીતિ પર પણ કટાક્ષ કર્યો.
જો તમે પવનને રોકશો, તો તે તોફાનમાં ફેરવાઈ જશે
વિજયે ફિલ્મી શૈલીમાં સરકાર પર નિશાન સાધતા કહ્યું, 'જો તમે એક હળવા પવનને રોકવાનો પ્રયત્ન કરશો, તો તે એક શક્તિશાળી તોફાનમાં ફેરવાઈ જશે'. તેણે કહ્યું, પ્રધાનમંત્રીજી, તમિલનાડુને કાળજીપૂર્વક સંભાળો. આ એક એવું રાજ્ય છે જેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. અમે વિભાજનકારી શક્તિઓની વિરુદ્ધ છીએ અને ભાઈચારો, સામાજિક ન્યાય અને સાંપ્રદાયિક સૌહાર્દના પક્ષમાં છીએ.
આ પણ વાંચો : બેંગકોકમાં ભૂકંપે સર્જેલી તબાહી પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, ભારત શક્ય તમામ સહાય માટે તૈયાર
DMK અને ભાજપ પર મિલીભગતનો આરોપ
પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ વિજય ડીએમકે અને ભાજપ પર નિશાન સાધતા રહ્યા છે અને તેમની પર મિલીભગતનો આરોપ લગાવી રહ્યા છે. ગયા મહિને, તમિલગા વેત્રી કઝગમ પાર્ટી (TVK)ના વડાએ હિન્દી લાગુ કરવા પર રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે એક ગાય છે અને બીજો નૃત્ય કરે છે પરંતુ બંને એક જ પૃષ્ઠ પર છે અને યથાસ્થિતિ જાળવી રાખે છે. ત્રણ ભાષાની નીતિના વિરોધમાં તેમણે કહ્યું કે રાજ્યની હાલની બે ભાષાની નીતિ કે જેના હેઠળ વિદ્યાર્થીઓ અંગ્રેજી અને તમિલ શીખે છે. તે અહીં ચાલુ રહેવુ જોઈએ. જેમ કે ડીએમકે અને મુખ્યમંત્રી સ્ટાલિન કરી રહ્યા છે.
વકફ બિલ રદ કરવાની માંગ
તેમણે વકફ કાયદામાં થયેલા ફેરફારો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ગયા વર્ષે કેન્દ્રએ વકફ એક્ટમાં 44 ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોને નોમિનેટ કરવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. બિલ JPCને મોકલવામાં આવ્યું હતું જ્યાં 23 ફેરફારો સૂચવવામાં આવ્યા હતા, જેમાંથી 14 કેન્દ્ર દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. આજની બેઠકમાં TVK એ બિલને રદ કરવા કેન્દ્રને અપીલ કરતો ઠરાવ પસાર કર્યો હતો.
આ પણ વાંચો : 1 એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે, જાણો કઈ કઈ દવાઓના ભાવ વધશે