Twisha Sharma Death case માં પીડિત પરિવારની બીજા પોસ્ટમોર્ટમની માંગ કોર્ટે ફગાવી
Twisha Sharma Death case : ભોપાલમાં થયેલા ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં જિલ્લા કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયે નવા પ્રશ્નો ઉભા કર્યા છે. કોર્ટે બીજી પોસ્ટમોર્ટમની માંગ ફગાવી દીધી છે, પરંતુ મૃતદેહને માઈનસ 80 ડિગ્રી પર સાચવવા સૂચના આપી છે. પરિવાર હજુ પણ નિષ્પક્ષ તપાસની માંગ સાથે ન્યાયની રાહ જોઈ રહ્યો છે.
Advertisement
- Twisha Sharma શંકાસ્પદ મૃત્યુ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
- પીડિત પરિવારની બીજા પોસ્ટમોર્ટમની માંગ કોર્ટે ફગાવી
- મૃતદેહ સાચવવા મહત્વનો આદેશ
Twisha Sharma Death case : ભોપાલમાં બનેલા ત્વિષા શર્મા (Twisha Sharma) ના શંકાસ્પદ મૃત્યુ (Suspicious Death Case) મામલે જિલ્લા કોર્ટ (District Court)નો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, જેના કારણે પીડિત પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે પરિવાર દ્વારા કરવામાં આવેલી બીજી પોસ્ટમોર્ટમ (Second Postmortem) કરવાની માંગને ફગાવી દીધી છે. જોકે, સાથે જ કોર્ટે પોલીસને એક મહત્વપૂર્ણ સૂચના પણ આપી છે, જે તપાસના આગામી તબક્કા માટે અગત્યની માનવામાં આવી રહી છે.

