ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચૂંટણીના ટાણે જ Jammu & Kashmir માં બે આતંકી હુમલા, BJP નેતાની ગોળી મારી કરાઇ હત્યા

Jammu & Kashmir Terror Attack : દેશભરમાં હાલ એકતરફ ચૂંટણીનો માહલો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી ( Jammu & Kashmir ) હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આંતકી હુમલાની ઘટના બની છે, તેમાં પણ એક નહીં...
08:20 AM May 19, 2024 IST | Harsh Bhatt
Jammu & Kashmir Terror Attack : દેશભરમાં હાલ એકતરફ ચૂંટણીનો માહલો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી ( Jammu & Kashmir ) હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આંતકી હુમલાની ઘટના બની છે, તેમાં પણ એક નહીં...

Jammu & Kashmir Terror Attack : દેશભરમાં હાલ એકતરફ ચૂંટણીનો માહલો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી ( Jammu & Kashmir ) હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આંતકી હુમલાની ઘટના બની છે, તેમાં પણ એક નહીં પરંતુ બે આતંકી ઘટનાઓ હવે બની છે. જમ્મુ કાશ્મીરના ( Jammu & Kashmir ) અનંતનાગ અને શોપિયાંમાં આતંકીઓએ હુમલો કર્યો છે. એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે કાશ્મીરમાં આ ત્રીજો આતંકી હુમલો છે. આ બે આતંકી હુમલા પહેલા 17 એપ્રિલે અનંતનાગમાં ઢાબા ચલાવતા બિહારના 35 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી, વધુમાં 8 એપ્રિલના રોજ નવી દિલ્હીના એક ટુરિસ્ટ ગાઈડની હત્યા કરવામાં આવી હતી.

રાજસ્થાનના દંપતી બન્યા આતંકીના હુમલાનો શિકાર, હાલત ગંભીર

પ્રથમ આતંકી હુમલો આતંકીઓ દ્વારા અનંતનાગના પહલગામમાં કરવામાં આવ્યો હતો.આતંકવાદીઓએ અનંતનાગના પહલગામમાં પ્રવાસી કેમ્પ પર હુમલો કર્યો હતો.આ આતંકી હુમલામાં તબરેઝ અને ફરાહ શિકાર બન્યા હતા.

આ દંપતી રાજસ્થાનના જયપુરથી જમ્મુ-કાશ્મીર ફરવા આવેલા હતા. તબરેઝ અને ફરાહ આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા અને બંનેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત નાજુક છે.

પૂર્વ સરપંચ અને BJP નેતાની ગોળી મારી કરાઇ હત્યા

બીજો આતંકી હુમલો કાશ્મીરના શોપિયાના હીરપોરા વિસ્તારમાં થયો હતો, જ્યાં બીજેપી નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ આતંકી હુમલામાં એજાજ ઉપર ગોળી ચલાવવામાં આવી હતી ત્યાર બાદ તેને પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. આ આતંકવાદી હુમલાની માહિતી મળતાની સાથે જ સેનાના જવાનોએ ચાર્જ સંભાળ્યો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

મહેબૂબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરી

આ સમગ્ર આતંકી હુમલા અંગે મહેબૂબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે, આ હુમલાઓનો સમય ચિંતાનો વિષય છે, જ્યાં દક્ષિણ કાશ્મીરમાં ચૂંટણી કોઈપણ કારણ વગર વિલંબિત થઈ. આ ખાસ કરીને ચિંતાનો વિષય છે કારણ કે ભારત સરકાર સતત અહીં સામાન્ય સ્થિતિનો દાવો કરી રહી છે.

આ પણ વાંચો : Swati Maliwal કેસમાં AAP ના આરોપો પર JP Nadda એ પલટવાર કર્યો, કહ્યું- ‘કેજરીવાલની પોલ ખૂલી ગઈ છે’

Tags :
AnantnagBJP LeaderElection 2024ex sarpanchJammu-Kashmirloksabha electionShopianshot deadterror attack
Next Article