Udaipur Gangrape Case Update : ગુપ્તાંગ પર ઈજા,અંતરવસ્ત્રો ગાયબ, ઉદયપુર ગેંગરેપ રિપોર્ટમાં થયો ભયાનક ખુલાસો!
- ઉદયપુર: IT કંપનીની મેનેજર સાથે ગેંગરેપ, CEO સહિત 3ની ધરપકડ (Udaipur Gangrape Case Update)
- બર્થડે પાર્ટી બાદ ઘરે મૂકવા જતી વખતે કારમાં મહિલા પર આચરાયું દુષ્કર્મ
- IT કંપનીના CEO અને મહિલા સહકર્મી સહિત તેના પતિની પોલીસે કરી ધરપકડ
- પીડિતાને નશીલી વસ્તુ આપી બેભાન કરી આચરવામાં આવી હેવાનીયત
- કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ સમગ્ર ઘટના અને આરોપીઓની વાતચીત
Udaipur Gangrape Case Update : રાજસ્થાનના ઉદયપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક જાણીતી આઈટી (IT) કંપનીની મહિલા મેનેજર સાથે ગેંગરેપ થયો હોવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે કંપનીના જ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
IT કંપનીના CEO અને કપલે આચર્યું દુષ્કર્મ
પોલીસ તપાસ મુજબ, 20 ડિસેમ્બરના રોજ આ કમકમાટીભરી ઘટના બની હતી. આ મામલે જીકેએમ આઈટી (GKM IT) કંપનીના સીઈઓ (CEO) જિતેશ પ્રકાશ સિસોદિયા, વુમન એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા સિરોહી અને તેના પતિ ગૌરવ સિરોહીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આ ત્રણેયે ચાલુ કારમાં તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
Udaipur Gangrape Case Update : મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટિ
પીડિતાના મેડિકલ પરીક્ષણમાં રેપની પુષ્ટિ થઈ છે. રિપોર્ટ અનુસાર, પીડિતાના શરીર અને પ્રાઈવેટ પાર્ટ્સ પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે તેના કિંમતી ઘરેણાં અને કપડાં પણ ગુમ હતા.
Udaipur Gangrape Case Update : બર્થડે પાર્ટી બાદ ઘરે મૂકવા જતી વખતે કૃત્ય
20 ડિસેમ્બરના રોજ સીઈઓ જિતેશ સિસોદિયાની બર્થડે પાર્ટી હતી. શોભાગપુરા સ્થિત હોટલમાં રાત્રે દોઢ વાગ્યા સુધી ચાલેલી આ પાર્ટીમાં તમામ લોકોએ દારૂ પીધો હતો. પીડિતાની તબિયત બગડતા જિતેશ, શિલ્પા અને ગૌરવે તેને ઘરે મૂકવા જવાની ઓફર કરી હતી. રસ્તામાં આરોપીઓએ પીડિતાને કોઈ નશીલી વસ્તુ (સિગારેટ જેવી) આપી હતી, જેના કારણે તે બેહોશ થઈ ગઈ હતી.
ડેશકેમમાં કેદ થયા પુરાવા
જ્યારે પીડિતા હોશમાં આવી ત્યારે તેને પોતાના શરીર પર ઈજાઓ જોવા મળી હતી. શંકા જતા તેણે કારનો ડેશકેમ ચેક કર્યો, જેમાં આરોપીઓએ કરેલું તમામ કૃત્ય અને તેમની વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ થઈ ગઈ હતી. આ મજબૂત પુરાવા સાથે પીડિતાએ 23 ડિસેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓ પોલીસ રિમાન્ડ પર
પીડિતાની ફરિયાદ અને ડેશકેમના પુરાવાને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને જેલ ભેગા કર્યા છે. કોર્ટે આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
આ પણ વાંચો : લંડનમાં લલિત મોદી અને માલ્યાના જલસા, વીડિયો જોઈ સરકાર લાલઘૂમ, કહ્યું- ‘હિસાબ તો થશે જ!’


