Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra Politics : રાજકીય ભૂકંપ? મધરાતે ફડણવીસને મળવા પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે!

Maharashtra Politics : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. સૌથી ચોંકાવનારા અહેવાલ મુજબ, શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા'ની મુલાકાત લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
maharashtra politics   રાજકીય ભૂકંપ  મધરાતે ફડણવીસને મળવા પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે
Advertisement
  • Maharashtra Politics :  મધરાતે મુખ્યમંત્રી ફડણવીસને મળવા પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે
  • શું જૂના મિત્રો ફરી એક થશે? 'વર્ષા' બંગલે ઠાકરે-ફડણવીસ વચ્ચે 2 કલાક ચાલી ગુપ્ત બેઠક
  • મધરાતે 2 વાગ્યે થયેલી મુલાકાતથી અનેક અટકળો
  • ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસની મુલાકાતે ગઠબંધનમાં ફફડાટ ફેલાવ્યો
  • શિવસેના-ભાજપ વચ્ચે ફરી ગઠબંધન? મધરાતની એ બેઠકે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાવ્યું

Maharashtra Politics : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. સૌથી ચોંકાવનારા અહેવાલ મુજબ, શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' (Varsha Bungalow) ની મુલાકાત લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત મીડિયા હાઉસ 'પ્રબુદ્ધ ભારત' (Prabuddha Bharat) ની એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, આ મુલાકાત રાત્રે આશરે 2 વાગ્યે થઈ હતી. જોકે, આ બેઠક પાછળનો ચોક્કસ હેતુ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.

Advertisement

Maharashtra Politics : શું આ મુલાકાત 'રાજકીય ભૂકંપ' ના સંકેત છે?

છેલ્લા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક વળાંકો આવ્યા છે. 2019માં મુખ્યમંત્રી પદના વિવાદને કારણે વર્ષો જૂનું શિવસેના-ભાજપ ગઠબંધન (Shiv Sena-BJP Alliance) તૂટ્યું હતું અને ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ-NCP સાથે મળીને મહા વિકાસ આઘાડી (MVA) સરકાર બનાવી હતી. ત્યારબાદ એકનાથ શિંદેના બળવા અને અજીત પવારના સમર્થનથી સત્તા ફરી ભાજપના પક્ષમાં ગઈ.

Advertisement

તાજેતરમાં એક વિદાય સમારંભ દરમિયાન બંને નેતાઓ વચ્ચે જે આત્મીયતા જોવા મળી હતી, તેનાથી અટકળો તેજ થઈ છે કે શું જૂના મિત્રો ફરી એક થઈ શકે છે? દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ સંકેત આપ્યો હતો કે રાજકારણમાં મનભેદ હોઈ શકે, પણ વાતચીતના દરવાજા ક્યારેય બંધ થતા નથી.

વિધાન પરિષદ ચૂંટણી અને ઉમેદવારીનું ગણિત

વિધાન પરિષદમાં કોણ જશે તે અંગે MVA માં હજુ સસ્પેન્સ છે. ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે પોતે આ બેઠક માટે દાવેદાર બની શકે છે. જો વિપક્ષ મતોનું યોગ્ય વિભાજન ન કરી શકે, તો સત્તાધારી મહાયુતિ (Mahayuti) ને વધારાની બેઠક જીતવાની તક મળી શકે છે. વિશ્લેષકો માને છે કે જો ઉદ્ધવ ઠાકરે સક્રિય રાજકારણમાં મુખ્ય પ્રવાહમાં રહે, તો તે એકનાથ શિંદેની શિવસેના પર દબાણ લાવવા માટે ભાજપ માટે એક વ્યૂહાત્મક પાસું બની શકે છે.

આ પણ વાંચો : Nashik TCS Case : 'શીર ખુરમા' માં નશો અને કાળો જાદુ,ધર્માંતરણના ષડયંત્રનો ખતરનાક ખુલાસો

Tags :
Advertisement

.

×